ન્યુ દિલ્હી,તા.૨૫
ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન, ઈસ્ત્રી અને પ્રેશર કુકર સહિત ઘરમાં એવો અનેક સામાન હોય છે જેની બે અથવા ત્રણ વર્ષની ગેરંટી હોય છે. આ ગેરંટીનો લાભ લેવા માટે લોકોએ સામાનનું બિલ સંભાળીને રાખવું જરૂરી બની જતું હોય છે પરંતુ સરકાર ટૂંક સમયમાં આ ઝંઝટમાંથી લોકોને મુક્તિ અપાવશે.
ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર ગેરંટી બિલ સંભાળવાની જવાબદારી સામાન બનાવનારી કંપનીને સોંપવાની તૈયારી કરી રહી છે. ત્યારબાદ ગ્રાહકોએ બિલ સંભાળીને રાખવાની જરૂર નહી રહે. તેમણે જણાવ્યું કે નવા પગલાં હેઠળ સામાન બનાવનારી કંપનીઓ ડિઝિટલ ફોર્મેટમાં ગેરંટી અથવા વોરંટી કાર્ડ સંભાળીને રાખશે. ખરીદારી વેળાએ ગ્રાહક પોતાના મોબાઈલ નંબર અથવા અન્ય જાણકારીઓ કંપનીઓને ઉપલબ્ધ કરાવવી પડશે જેથી તે ગ્રાહકોને ‘ઈ વોરંટી કાર્ડ’ તૈયાર કરી શકે. તેનાથી ગ્રાહકોએ ગેરંટી અથવા વોરંટીનો લાભ લેવા માટે પોતાના મોબાઈલ નંબર દ્વારા બિલની નકલ લઈને લાભ ઉઠાવી શકે છે. અત્યારે મોટાભાગના ગ્રાહકો સામાનનું બિલ લાંબા સમય સુધી સંભાળીને રાખી શકતાં નથી જેનાથી તેમને ગેરંટી-વોરંટીનો લાભ મળી શકતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






