ઈ કોમર્સથી થતી આવક ૫૨ અબજ ડોલરની થઈ જશે: રિપોર્ટ

0
16

ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતમાં ૨૦૧૭માં ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યામાં ૨૦.૨ ટકાનાં વધારા સાથે ટોટલ ઈંટરનેટ યુઝર્સની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થશે. એક સર્વે પ્રમાણે ૨૦૨૨ સુધીમાં ઈકોમર્સથી થતી કમાણીમાં ૫૨ બિલિયન ડોલર જેટલી થશે. હાલ ભારતની કુલ વસ્તીમાંથી ૩૭ ટકા ઈંટરનેટ યુઝર્સ છે જેમાંથી ૧૪ ટકા રેગ્યુલર ઓનલાઈન ખરીદી કરે છે. જેની સંખ્યામાં ૨૦૨૧ સુધીમાં ૪૫ ટકા જેટલો વધારો થવાંની શક્્યતા છે.
આ પૈકીનાં ૫૬ ટકા જેટલાં યુઝર્સ ડેસ્ક્ટોપ સાઈટ પર તો ૩૦ ટકા જેટલાં સ્માર્ટ ફોન પર યુઝ કરે છે. એક અંદાજ પ્રામણે કુલ વસ્તીનાં ૫૪ ટકા જેટલાં ભાગ સુધીમાં મોબાઈલ ૨૦૨૧ સુધીમાં પહોંચી શકશે. આમ જાતાં ઈ કોમર્સ વેબસાઈટનું ઈંટરનેટ પર હાઈ પોટેંશિયલ રહેશે. એ સીવાયનાં અગત્યનાં તારણોમાં ઓનલાઈન ખરીદી કરનારાઓ પૈકીનાં ૫૭ ટકા જેટલાં કેશ ઓન ડિલિવરી કરે છે તેમજ ૧૫ ટકા લોકો ડેબિટ કાર્ડથી પેમેંટ કરે છે. તેમજ ૧૧ ટકા જેટલાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.
આ અંકડો ઓછો જરુર છે પરંતુ હવે તો સરકાર જ લોકોને વધુને વધુ ઓન લાઈન પેમેન્ટ કરવાં તરફ અને કેશનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાં બદલ પ્રોત્સાહિત કરતી હોય છે. આ સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ અને ઈંટરનેટ યુઝર્સ ધરાવતો દેશ બની જશે. જે યાદીમાં ચીન પ્રથમ હતુ અને અમેરિકા બીજાં ક્રમે હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY