ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ ચાર્જશીટ રજુ કરવાનું ભૂલી ગઇ

0
22
કતારગામ પોલીસની લાપરવાહીથી ત્રણ આરોપીને ડીફોલ્ટ બેઇલ મળી ગયા

અહિંસા એક્સપ્રેસ ટ્રેન સામે ટ્રેક પર લોખંડના બાકડા મુકી દીધા હતા

અહીંસા એક્સપ્રેસના ટ્રેન વ્યવહારને બદઈરાદે ખોરવવાના પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓ વિરુધ્ધ કતારગામ નિયત ૯૦ દિવસમાં ચાર્જશીટ રજુ ન કરતાં કોર્ટે આરોપીઓની ડીફોલ્ટ બેઈલની અરજીને મંજુર કરી જામીન મુક્ત કરવા હુકમ કર્યો હોવાની વિગતો સાંપડી છે. વેસ્ટરર્ન રેલ્વેના ફરિયાદી સીનીયર સેક્સન ઓફિસર અનિલકુમાર વિરેન્દ્ર પ્રતાપસિંગે તા.૨૮-૧૨-૧૭ના રોજ અહીંસા એક્સપ્રેસના રેલ્વે ટ્રેક પર લોખંડ તથા લાકડાના બાંકડા મુકીને ટ્રેન વ્યવહારને અવરોધવાના પ્રયાસ અંગે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન કતારગામ પોલીસે રેલ્વે ટ્રેન વ્યવહારને બદઈરાદે અવરોધવાના ગુનાઈત કારસામાં મૂળ ગંજામ ઓરિસ્સાના વતની આરોપી બાબુલા દુર્યોધન દાસ, બીરજી બહેરા તથા બલરામ શેટ્ટી (રે.અશોક નગર, એ. કે. રોડ વરાછા) ની તા.૧૯-૩-૧૮ના રોજ ધરપકડ કરી હતી. કતારગામ પોલીસે ત્રણેય આરોપીઓના તા.૨૭-૩-૧૮ સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ કસ્ટડીમાં સોંપ્યા હતા. અલબત્ત ટ્રેન વ્યવહારને ખોરવવાના ગંભીર ગુનાના આરોપીઓ વિરુધ્ધ નિયત ૯૦ દિવસના ચાર્જશીટ રજુ કરવામાં કતારગામ પોલીસે એકયા બીજા કારણોસર વિલંબ કર્યો હતો.જેથી આરોપીઓએ એડવોકેટ ગુલામ રેતીવાલા મારફતે ડીફોલ્ટ બેઈલની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન કોર્ટે બચાવપક્ષની રજૂઆતને માન્ય રાખી કાનુની જોગવાઈને લક્ષમાં લઈ આરોપીઓને ડીફોલ્ટ બેઈલ પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY