અમદાવાદ-મુંબઇ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા

0
12
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે

પાંચ ટ્રેનો પાંચ કલાક સુધી મોડી પડતા મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનો આજે તેના નિર્ધારીત સમય કરતા પાંચ કલાક સુધી મોડી પડી હતી. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી કુલ પાંચ ટ્રેનોને અસર થવા પામી હતી. તેમાંય બોરીવલી-બાન્દ્રા વચ્ચે અનેક ટ્રેનો રદ કરાતા આજે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ વિસ્તારમાં ભારે વરસાદ થતા અમદાવાદ-મુંબઇ તરફના રેલ વ્યવહારને અસર થઇ છે. પુરનું પાણી ફરી વળતા ભિલાડ-સંજાણમાં ટ્રેકનું ધોવાણ થયું હતું. ૧૨૯૪૩ નંબરની અમદાવાદથી ઉપડેલી કર્ણાવતી એક્સપ્રેસને બોરીવલી ખાતે રોકી દેવામાં આવી હતી. જેને લઇને સુરત-મુંબઇ રેલવે વિભાગ પરની અપલાઇન પરનો રેલ વ્યવહાર સવારે ૭:૪૫ વાગ્યાથી ૯:૩૦ કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ટ્રેનોને ધીમીગતિએ અવરજવર કરવાની મંજૂરી અપાઇ હતી. કઇ ટ્રેનો મોડી પડી – ૧૨૪૮૦ બાન્દ્રા ટર્મિનસ-જોધપુર : પ કલાક – ૧૨૯૩૩ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ : ૪:૩૦ કલાક – ૧૨૯૩૧ ડબલડેક્ટર : ૪ કલાક – ૧૨૯૩૯ દાદર-અજમેર : ૪ કલાક – ૧૯૧૧૫ દાદર-ભુજ : ૩:૩૦ કલાક

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY