કચ્છ યુનિવર્સિટી ની સેનેટ ચૂંટણી બાબતે પ્રોફેસરનું મોઢું કાળું કરી વિરોધ કરાયો ઘટના ને પગલે પ્રોફેસર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જ્વલનશીલ પદાર્થ ફેંકાયો હોવાનો ગંભીર આરોપ

0
290

કચ્છ યુનિવર્સિટીમાં આગામી મહિને યોજાનારી સેનેટ અભયોની ચૂંટણી બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના વિદ્યાર્થી પાંખના ટોળાએ યુનિવર્સિટી ખાતે પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવતા કચ્છમાં પ્રથમ વખત આ રાજકીય ચૂંટણી હોય તેવો ગરમાવો જોવા મળ્યો હતો આ વિરોધ સેનેટની ચૂંટણીમાં કેટલાય વિદ્યાર્થીઓના નામો મતદાર લિસ્ટમાંથી કમી કરીનખાયા હોવાના પગલે આ સમગ્ર હોબાળો કરાતા આ સેનેટ ચૂંટણીના કો.ઓર્ડીનેટર પ્રોફેસર ગીરીન બક્ષી પર તમામ રોષ ઉતાર્યો હતો અને તેમનું મોઢું કાળું કરી આ કમી કરાયેલા નામો બાબતે ઉગ્ર રીતે વિરિધ પ્રદર્શન કરાયો હતો આ ઘટના પગલે રોષનો ભોગ બનેલા પ્રોફેસર દ્વારા મોઢાપર કોઈ જ્વલનશીલ પદાર્થ મિક્સ કરી લગાવાયું છે જેના કારણે ચહેરો બળતો હોવાની ફરિયાદ સાથે ગંભીર આક્ષેપ કરતા આ પ્રોફેસર બક્ષીને તાત્કાલિક ધોરણે તેમના સ્ટાફના કર્મચારીઓ દ્વારા સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને યુનિર્વિસટી ના કુલપતિ સહિતના લોકોએ આ ઘટનાને હીન ગણાવી વખોડી હતી આ સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરાઈ હતી અને હાલજ એક એકઝીવક્યુટિવ મિટિંગ યોજી ભોગ બનનાર પ્રોફેસરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાહોઈ આ સમગ્ર ઘટના બાબતે નીયમો મુજબ પોલીસ કેસ દાખલ કરવામાં આવશે અને આ કૃત્ય આચરનારા જેપણ વિદ્યાર્થીઓ હશે તેની સામે કુલપતિ દ્વારા કાયદેશરની કાર્યવાહી કરવા સહિતની ચીમકી આપીહતી તો કચ્છના શિક્ષણ કાર્યની બાબતે ચૂંટણીમાં આવો હીન બનાવ પ્રથમ વખત નજરે ચડ્યો હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહયાં છે અને આ પ્રકરણમાં રાજકીય રીતે આ સેનેટની ચૂંટણી યોજવામાં આવી હોય અને રાજકરણ ક્યાંક સ્પર્શ કરતું હોય તેવા સંકેતો પણ ઉઠવા પામ્યા હતા સાથે આ ઘટનાને સમગ્ર કચ્છના શિક્ષણ ક્ષેત્રએ વખોડી છે

રિપોર્ટ .બિમલ માંકડ 78746 35092          ધર્મેશ જોગી 98791 87080

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY