સિવિલ નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા બોયફ્રેન્ડ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ

0
36

અમદાવાદ,તા.૨૬
અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ન‹સગનો અભ્યાસ કરી ચૂકેલી એક વિદ્યાર્થિનીએ તેના બોયફ્રેન્ડ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ન‹સગની આ વિદ્યાર્થીએ ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ બનાવનું જયુરીડિકશન અહીંનું હોવાથી ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઇ હતી. જેના આધારે શાહીબાગ પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સિવિલ હોÂસ્પટલ સંકુલમાં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સાની પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી બીનલ (નામ બદલેલ છે) સિવિલ હોસ્પિટલમાં ર્નસિંગમાં એડમીશન લીધું હતું. બીનલ અભ્યાસ કરતી હતી તે દરમ્યાનમાં ફેસબુક પર ધ્રુવિલ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતાં. જા કે, સમય જતાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. ધ્રુવિલે તેને મળવાનું કહેતાં તે અમદાવાદ ખાતે આવી હતી. ધ્રુવિલ તેને ફરવા લઇ ગયો હતો અને તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. ધ્રુવિલે બીનલ પર બળાત્કાર ગુજારી તેના બિભત્સ ફોટા પાડી દીધા હતા. ફેસબુક અને વોટસએપ પર ફોટા મૂકવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજારતો હતા. જેથી તેની આ કરતૂતોથી કંટાળીને છેવટે બીનલે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ધ્રુવિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર બનાવ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી વિદ્યાર્થીનીની આ ફરિયાદને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી આપી હતી. જેથી શાહીબાગ પોલીસે સમગ્ર મામલામાં હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આરોપી બોયફ્રેન્ડની શોધખોળ આદરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY