ક્રાઈમ બ્રાંચના કર્મચારીની ઓળખ આપી બે યુવકોને ઢોર માર મારતા ખળભળાટ

0
11

અમદાવાદ,તા.૨૭
શહેરના કાંકરિયા ગેટ નંબર-૪ પાસે ક્રાઇમ બ્રાંચના પોલીસવાળા બનીને આવેલા ચાર શખ્સો બે પરપ્રાંતીય યુવકોને દમ મારીને ઢોર માર મારતા હતા તે સમય અસલ પોલીસ આવી પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચની ઓળખ આપનાર ચાર પૈકી ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
કારંજ વિસ્તારમાં આવેલ પટવા શેરીમાં રહેતા અંજર શેખે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે અંજર અને તેનો મિત્ર મુખત્યાર શેખ કાંકરિયા ફરવા માટે ગયા હતા.
કાંકરિયા ફરીને બપોરે ચારેક વાગ્યાની આસપાસ બન્ને જણા બહાર આવ્યા ત્યારે એકટિવા, બાઇક અને રિક્ષા લઇને ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા. ચાર શખ્સોએ બન્ને યુવકોને ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાની ઓળખ આપી હતી. ચારેય જણાએ બન્ને યુવકોની પૂછપરછ કરી હતી અને ક્્યાંના રહેવાસી છો તેમ પૂછ્યું હતું.
અંજરે બિહારના રહેવાસી હોવાનું કહેતાંની સાથે જ ચાર પૈકી ત્રણ જણા તેમના પર તૂટી પડ્યા હતા અને ઢોર માર મારવા લાગ્યા હતા. ત્રણેય જણા બન્ને યુવકોને મારતા હતા તે સમયે મણિનગર પોલીસ પેટ્રોલિંગ કરવા માટે નીકળી હતી.
આ ઘટના જાઇને મણિનગર પોલીસે ત્રણેય શખ્સોને પકડી લીધા હતા. ક્રાઇમ બ્રાંચના પોલીસવાળા બનીને આવેલા ત્રણેય શખ્સોની ધરપકડ કરીને પોલીસ મણિનગર પોલીસ સ્ટેશનમાં લાવી હતી. ત્રણેય પૈકી એક મોહંમદ નાસીર શેખ (રહે. બાપુનગર) છે, જ્યારે બીજા બે મોહંમદ શાહરુખ અંસારી (રહે. રખિયાલ) અને હાફીઝ અલી ખોખર છે.
આ ત્રણ શખ્સોની સાથે બીજા એક શખ્સ પણ હાજર હતો, જે પોલીસ આવતાં નાસી ગયો હતો. મણિનગર પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધમાં નકલી પોલીસ બનીને બે યુવકોને માર મારવા બદલ ફરિયાદ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY