ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાનો સમય હવે અઢી કલાકનો રહેશે

0
108

અમદાવાદ,તા.૨૭
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી બધી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ૩ કલાકનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં મળેલ બેઠકમાં એક્ઝામ રિફોર્મ કમિટીના સૂચનને ધ્યાનમાં રાખતાં હવે પછીની દરેક પરીક્ષાઓમાં ત્રણ કલાકની જગ્યાએ અઢી કલાક સમય રાખવાનો નિર્ણય ટૂંક સમયમાં ગુજરાત યુનિવર્સિટી લેશે.
અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ૭૦ માર્ક્સની પરીક્ષા માટે ત્રણ ક્લાકનો સમયગાળો હતો, જે હવે ઘટાડીને ર.પ ક્લાકનો કરવામાં આવશે. યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે કે ૭૦ માર્ક્સની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે તેના માટે અઢી ક્લાકનો સમય યોગ્ય છે.
૭૦ માર્ક્સની પરીક્ષામાં સમયની સાથે સાથે પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવશે. પહેલાં પાંચ પ્રશ્ન પૂછવામાં આવતા હતા, જેના સ્થાને હવેથી ચાર પ્રશ્ન જ પુછાશે. ર૦-ર૦ માર્ક્સના ૩ અને ૧૦ માર્ક્સના એક પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ૭૦ માર્ક્સ લેખિત પરીક્ષાના અને ૩૦ માર્ક્સ ઇન્ટર્નલ પરીક્ષાના આપવામાં આવે છે.
જાકે ૭૦ માર્ક્સના પેપરમાં સમય ઓછો પડે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં મળેલી બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ત્રણ કલાકની જગ્યાએ અઢી કલાક રાખવાની વાત કરી હતી, જેનો કમિટીના સભ્યોએ સ્વીકાર પણ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY