અમદાવાદ જિલ્લાની વધુ ૮ શાળાઓની ફી જાહેર કરાઈ

0
7

અમદાવાદ,તા.૨૭
અમદાવાદ જિલ્લાની વધુ ૮ ખાનગી શાળાની ફી જાહેર કરવામાં આવી છે. હ્લઇઝ્રએ સ્કૂલોની દરખાસ્તોની આધારે ફી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ફી મંજૂર કરવામાં આવી છે. શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ઉચ્ચત્તર માધ્યમિકની ફી રૂ.૫૨ હજાર ૨૯૦ મંજૂર કરવામાં આવી છે. તો બીજી તરફ ૮ સ્કૂલોમાં સૌથી વધુ ફીની દરખાસ્ત કરનારી કોસમોસ સ્કૂલની રૂ.૯૦ હજાર ફીમાંથી રૂ.૪૨હજારની ફી મંજૂર કરવામાં આવી છે. જ્યારે મણિનગરની દૂન સ્કૂલની રૂ.૨૫ હજાર ફી વસુલવાની મંજૂરી માગી હતી જેની સામે રૂ.૧૭ હજાર ફી વસુલવાની મંજૂરી આપવામાં આવી છે. તો વસ્ત્રાપુર અને વાસણા વિસ્તારની નિર્માણ સ્કૂલની ફી રૂ.૨૪ હજારથી લઇ રૂ. ૪૦ હજાર સુધી મંજુર કરવામાં આવી છે. એફઆરસી દ્વારા સ્કૂલોની દરખાસ્તને ધ્યાનમાં લઇ ઉપરમુજબ ફીનું માળખું જાહેર કરાયું હતું. જા કે, બીજીબાજુ, હજુ વાલીઓમાં એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવતી ફીને લઇ રોષની લાગણી ફેલાયેલી છે કારણ કે, વાલીઓના મતે, રાજય સરકાર દ્વારા જે ફી અધિનિયમ અમલી બનાવાયો છે તેને સુસંગત આ ફીનું ધોરણ છે જ નહી. તમામ ખાનગી શાળાઓમાં તેમની દરખાસ્તમાં ઉંચી અને તગડી ફીનું ધોરણ જ રજૂ કરે છે, જેને પરિણામે એફઆરસી જે ફી માળખું નક્કી કરે તે પણ સરકારે નક્કી કરેલા ફીના ધોરણથી વધુ જ હોય છે. તેથી વાલીઓએ એફઆરસીના વલણ પરત્વે પણ નારાજગી વ્યકત કરી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY