યોગી સરકાર નવો નિયમ લાવશે : સતત પાંચ ટર્મ ધારાસભ્ય રહેનારને બંગલો આપશે

0
91

લખનૌ,તા.૩૦
ઉત્તરપ્રદેશ સરકાર હવે ધારાસભ્યોને સરકારી બંગલો આપવા માટે નિયમો બનાવી રહી છે, જે પ્રમાણે હવે બંગલો માત્ર મંત્રીઓને જ નહી પરંતુ ૫ ટર્મથી વધું સમય ધારાસભ્યો બનેલા નેતાઓને પણ મળી શકશે.
એક બેઠકમાં તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે જેને જલ્દીથી કેબિનેટમાં લાવીને મંજુરી આપવામાં આવશે.
નોંધનીય છે કે, આ નવો નિયમ ધારાસભ્યોની ફરિયાદ બાદ બનાવવામાં આવ્યો છે. જે મુજબ ધારાસભ્યોની ફરીયાદ હતી કે, ઘણાં સમયથી ચૂંટાઇને આવતા ધારાસભ્યોને નાનું આવાસ આપવામાં આવી રહ્યુ છે અને કેટલાંક ધારાસભ્યો જે પહેલીવાર ચૂંટાઇને આવ્યા છે તેને બંગલા આપવામાં આવ્યા છે.
જ્યારે કેટલાંક ધારાસભ્યોએ તેની ફરિયાદ વિધાનસભાના અધ્યક્ષ હૃદયનારાયણ દિક્ષીતને કરી હતી. જેથી તેમણે આ મામલે સમાધાન કરવા નિર્દેશ કર્યા હતા.
જે બાદ રાજ્ય સંપત્તિ અધિકારી અને સહાયક રાજ્ય સંપત્તી અધિકારીની સભ્યતાવાળી એક ૩ સભ્યોની કમિટિ બનાવી હતી. હવે આ કમિટિએ ધારાસભ્યોના કાર્યકાળના આધારે બંગલો આપવાનો નિયમ બનાવ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY