સ્થાનિક લોકો-પોલીસ વચ્ચે રેડ બાદ ઘર્ષણ
વડોદરા,તા.૩૦
ગાંધીના ગુજરાત માં દારૂ બેફામ વેચાય રહ્યો છે અને કામગીરી ખાલી કાગળો પર અધિકારીઓને ખુશ કરવા માટે કરવામાં આવતી હોય છે. જેનો વધુ એક પુરાવો વડોદરાના વડસર ગામમાં ચાલતા દારૂના અડ્ડા પર જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા દારૂ પીવા આવેલા દારૂડિયા પણ પોતાના વાહનો છોડીને ભાગ્યા હતા. તો બીજી તરફ, સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે રેડ બાદ ઘર્ષણ જોવા મળ્યું હતું. કારણ કે, માંજલપુર પોલીસ જાણ કર્યા છતા મોડી આવી હતી.
માંજલપુર વિસ્તારમાં આવેલ વડસર ગામમાં બુટલેગર અજય છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસની મુઠી નજરથી ઈંગ્લીશ અને દેશી દારૂનો ધંધો કરે છે. પોલીસના હપ્તાખોરીથી બુટલેગરો ખુલ્લેઆમ ધંધો કરે છે. આજે સ્થાનિકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગર અને દારૂ પીધેલા લોકોને ભાગી જવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ દારૂ પીવા આવેલ લોકોની ગાડીની ચાવી લઈ લીધી હતી. ૧૦૦ નંબર પર અને માંજલપુર પોલીસને ફોન કરતા પોલીસ ૨ કલાક મોડી આવી હતી અને સ્થાનિકો બુટલેગર પોલીસનો દમ મારતા સ્થાનિકો વિફર્યા હતા. એક તબક્કે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
સ્થાનિકોએ કહ્યુ કે, વડસર ગામ, ભાળિયા વાસ અને વડસર ગોચરમાં દારૂના અડ્ડા ચાલે છે અને વડસર ગામ પાસે નેશનલ હાઈવે હોય તેમ લાગે છે ગાડીઓની અવરજવર ચાલતી હોય છે. જેના કારણે દારૂ પીને ગાડી ચલાવતા હોવાથી અકસ્માતની ભીતિ રહે છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યુ કે, પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ માંજલપુરની દયાથી દારૂનો બેફામ ધંધો બુટલેગર અજય કરી રહ્યો છે. અમે પોલીસમાં ફરિયાદ કરીએ તો પોલીસ થોડીક વાર બાદ તેમને છોડી દે છે અને પછી બુટલેગર અમને ધમકી આપે છૅ. દારૂનો ધંધો જો પોલીસ બંધ નહિ કરાવે તો અમે ફરીવાર જનતા રેડ કરીને ધધો બંધ કરાવીશું. આગામી દિવસોમાં અમે સીએમ વિજય રૂપાણીને રજુઆત કરીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






