એર ઈન્ડિયામાં હિસ્સેદારી મેળવવા શરૂ થયેલા પ્રયાસ

0
62

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,
એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે ત્યારે અનેક કંપનીઓ આમાં હિસ્સેદારીને લઈને માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી છે. મળેલી માહિતી મુજબ એર ઈન્ડિયામાં ખાનગીકરણની પ્રક્રિયામાં ૧૫૦ થી વધુ કંપનીઓ રસ દર્શાવી ચુકી છે. આ તમામ કંપનીઓએ ફ્લેગશીપ કેરિયરના વેચાણની શરતોના સંદર્ભમાં માહિતી મેળવવાના પ્રયાસ કર્યા છે. જે કંપનીઓ દ્વારા માહિતી મેળવવાના પ્રયાસ કરાયા છે તેમાં ભારત અને વિદેશની એરલાઈન્સનો સમાવેશ થાય છે. સ્થાનિક અને વિદેશી બિનએવિએશન કંપનીઓ પણ આમાં રસ લઈ રહી છે. ચર્ચાને લઈને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૫૦ કંપનીઓ માહિતી મેળવી ચુકી છે. માહિતી ઉપર નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે ઈન્ડીગો પણ તેના નિર્ણય ઉપર ફેરવિચારણા કરી શકે છે. સંબંધિત પક્ષો તરફથી પ્રશ્નો રજુ કરવાની અંતિમ તારીખ ૧૬મી એપ્રિલ હતી. પ્રક્રિયા મુજબ ત્યાર પછીની વિધિ આગળ વધશે. ઈન્વેસ્ટમેન્ટ ફંડ પબ્લક એસેટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે. વિદેશી કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. અત્રે નોંધનિય છે કે સરકારે નેશનલ કેરિયર એર ઈન્ડિયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસમાં હિસ્સેદારી વેચવાની બાબત પણ સામેલ છે. જે ચાર વિદેશી કંપનીઓ દ્વારા માહિતી મેળવવામાં આવી છે તેમાં જર્મન કેરિયર લુકથાન્સા, એર ફ્રાંસ અને બ્લેકરોગ જેવી ખાનગી ઈક્વીટી કંપનીઓનો સમાવેશ થાય છે.
ફાઈનાન્સ મુખ્ય ક્રાઈટેરીયા તરીકે છે. જે કંપની હિસ્સેદારી મેળવવા માટે આગળ આવશે તે કંપનીને પોતાના નાણાંના સંદર્ભમાં જરૂરી માહિતી આપવી પડશે. ૨૮મી મે સુધી સરકારને ક્વાલિફાઈડ રસ ધરાવતા બિડરોને માહિતી આપવાની રહેશે. ૩૦મી એપ્રેલ સુધી જરૂરી જવાબ આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY