અમદાવાદ,તા.૩૦
ખાડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને ભેદી સંજાગોમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા આ ઘટનાએ ચકચાર જગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, ખાડિયાના માણેકચોક નજીક માંડવીની પોળ પાસે આવેલી ગતરાડની પોળમાં રહેતા ભાસ્કર ઉત્તમ રાણા નામના ૧૯ વર્ષીય યુવાને રાત્રીના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.
બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






