સુનંદા મર્ડર કેસઃ શશિ થરૂરે પટિયાલા કોર્ટમાં અગોતરા જામીન અરજી દાખલ કરી

0
14

ન્યુ દિલ્હી,તા.૩
સુનંદા પુષ્કર મર્ડર કેસમાં આરોપી શશિ થરૂરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અગોતરા જામીન અરજી દાખલ કરી છે. થરૂરને હવે આગામી ૭ જુલાઈએ કોર્ટમાં રજૂ થવાનું છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે ૧૪ મેના રોજ તિરૂવનંતપુરમથી લોકસભા સભ્ય થરૂર પર સુનંદાને આત્મહત્યા કરવા માટે ઉકસાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.
જા કે, થરૂર પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા અને આધારહિન છે. હું આ આરોપો વિરુદ્ધ જ્યાં સુધી લડાશે ત્યાં સુધી લડીશ અને છેલ્લે લોકો સામે સચ્ચાઈ લાવીને રહીશ.
ગત સૂનાવણીમાં પોલીસે કોર્ટને કહ્યુ હતું કે, થરૂરને સાઢા ચાર વર્ષ જૂના કેસમાં આરોપી તરીકે ધરપકડ કરી લેવી જાઈએ. પોલીસે દાવો કર્યો હતો કે, તેમની પાસે પુરતા પુરાવા છે. દિલ્હી પોલીસે લગભગ ૩૦૦૦ પાનાના આરોપ પત્રમાં થરૂરને એકમાત્ર આરોપી તરીકે જાહેર કર્યો હતો.
પોલીસે આરોપ લગાવ્યો હતો કે થરૂરે પોતાની પત્ની સાથે ક્રૂરતા કરી હતી. થરૂરે ઘરના નોકર નારાયણ સિંહને આ કેસમાં એક મહત્વપૂર્ણ સાક્ષી બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુનંદા ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪એ દિલ્હીની એક હોટલમાં મૃત મળી આવી હતી. કોંગ્રેસ નેતા પર આઈપીસીની કલમ ૪૯૮ એ (ક્રૂરતા) અને ૩૦૬ (આત્મહત્યા માટે ઉકસાવવું) લગાવવામાં આવી છે. કલમ ૪૯૮ (એ) હેઠળ સૌથી વધુ ત્રણ વર્ષની કારાવાસની સજાની જાગવાઈ છે, જ્યારે કલમ ૩૦૬ હેઠળ સૌથી વધુ ૧૦વર્ષની જેલ થઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY