કૈલાસ માનસરોવર જઇ રહેલા ૧૫૦૦ ભારતીય યાત્રીઓ વરસાદને કારણે નેપાળમાં ફસાયા

0
94

ન્યુ દિલ્હી,તા.૩
નેપાળમાં ભારે વરસાદના કારણે કૈલાસ માનસરોવર જઇ રહેલા લગભગ ૧૫૭૫ જેટલા ભારતીય યાત્રીઓ ફસાયેલા છે. તેમાંથી ૫૨૫ તીર્થયાત્રીઓ નેપાળના સિમીકોટ, ૫૫૦ લોકો હિલસા અને ૫૦૦ લોકો તિબેટ તરફ રોકાયા છે. નેપાળ સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ ફસાયેલા તીર્થયાત્રીઓને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યુ છે. ભારતીય ઓફિસરોએ પણ તમામ ટૂર ઓપરેટર્સને કહ્યુ છે કે તિબેટ તરફ ફસાયેલા લોકો સુધી પણ જરૂરી સેવાઓ પહોંચાડવામાં આવે.
બીજી બાજુ ટુર ઓપરેટર્સે કહ્યુ કે તેમનો પહેલો ઉદ્દેશ હિલસાની પરિસ્થિતિઓને સરખી કરવાનો છે. ઓફિસરોએ નેપાળ આર્મી પાસે હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડવાની અપીલ કરી છે.
કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ફસાયેલા ૧૦૪ શ્રદ્ધાળુઓને હિલસાથી હેલિકોપ્ટરની મદદથી સીમીકોટ સુરક્ષિત સ્થાને લવાયા છે. આ ઉપરાંત બે કોમર્શિયલ ફ્લાઈટ સીમીકોટમાં લેન્ડ કરાવી કૈલાસ જતાં ૫૨૦ શ્રદ્ધાળુઓનું રેસ્કયૂ કરાયું છે.
આંધ્રપ્રદેશના ઈસ્ટો ગોદાવરીના રહેવાસી ગ્રંથી સુબ્બારાવનું હિલસા ખાતે નિધન થયું છે. હાલ તેમનો મૃતદેહ નેપાળગંજ લવાયો છે જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાયાં બાદ તેમનો મૃતદેહ તેમના હોમટાઉનમાં મોકલવામાં આવશે.
ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જારી કર્યું છે કે, ભારતીય દૂતાવાસે તેના પ્રતિનિધિઓને નેપાળગંજ અને સિમિકોટ મોકલ્યા છે. જેઓ ત્યાં ફસાયેલા તમામ યાત્રાળુઓ સાથે સંપર્કમાં છે. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. યાત્રીઓના રોકાણ, ખોરાક અને તબીબી સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. મંત્રાલયે જણાવ્યું કે, વિસ્તારમાં હવામાન ઘણું ખરાબ હોવાથી યાત્રીઓને ત્યાંથી ખસેડવા ઘણું મુશ્કેલીભર્યું થઈ રહ્યુ છે.
વિદેશ મંત્રાલયે હોટલાઇન નંબર પણ કર્યા જાહેર
+૯૭૭-૯૮૫૧૧૦૭૦૦૬, +૯૭૭-૯૮૫૧૧૫૫૦૦૭, +૯૭૭-૯૮૫૧૧૦૭૦૨૧, +૯૭૭-૯૮૧૮૮૩૨૩૯૮.
કન્નડભાષીઓ માટે +૯૭૭-૯૮૨૩૬૭૨૩૭૧
તેલુગુ માટે +૯૭૭-૯૮૦૮૦૮૨૨૯૨
તમિલ માટે +૯૭૭-૯૮૦૮૫૦૦૬૪૨
અને મલયાલમ માટે +૯૭૭-૯૮૦૮૫૦૦૬૪૪

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY