આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો

0
30

વલસાડ,તા.૩
વાપીના ચાણોદમાં લૂંટના આરોપીને ઝડપવા ગયેલી એલસીબીની ટીમ પર ૬ થી ૭ શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી. પોલીસે પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું, તેની સાથે એક આરોપીને બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વલસાડ એલ.સી.બીને મળેલી બાતમીને આધારે આરોપી ચાણોદ વિસ્તારના શ્રીનાથજી પાર્ક ખાતે આવવાનો હોવાથી પોલીસ વાચ ગોઠવી બેઠી હતી. જે દરમિયાન આરોપી આવતા પોલીસ તેને પકડે તે પહેલાં કાર લઈને ફિલ્મી ઢબે ભાગી રહ્યો હતો. જેનો પીછો કરતા પોલીસે ગાડી સાથે ટક્કર મારી આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસ ઉપર આરોપીએ ફાયરિંગ કર્યું હતું. જાકે પોલીસને ગોળી વાગી ન હતી. મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો હતો. અને તેનો સાથી પોલીસના હાથે પકડાઈ ગયો હતો. અનેક ગુનાઓમાં આ આરોપીની સંડોવણી હતી. વર્ષોથી પોલીસના હાથમાં આવતો ન હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY