ચા વાળાની પુત્રીને મળી અમેરિકાની રૂ.૩.૮ કરોડની સ્કોલરશિપ

0
9

બુલંદશહર,
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી છે. ધો. ૧૨માં સીબીએસઈમાં ૯૮% માર્ક મેળવનાર તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી. અત્યંગ ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાના પિતા ચા વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.
પોતાની આ સફળતા અંગે સુદીક્ષાએ જણાવ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. ૨૦૧૧માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું અને ત્યારબાદ મારા માટે અભ્યાસ ચાલુ રાખવો સરળ બની ગયું. આ શાળામાં મોટાપ્રમાણમાં વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ મારો અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’
અમેરિકા જવાના સપના વિશે તેણે જણાવ્યું કે, ‘મને સ્કોલરશિપ મળી તે જાણીને મારી માતા ઘણી ખુશ થઈ હતી. કારણ કે તેમને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. મારા પપ્પાને બીજા દેશમાં જઈને અભ્યાસ કરવા અંગે થોડી ચિંતા હતી. અમેરિકા જઈને ભણવાની તક મળવાથી હું મારી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીશ. મને આનંદ છે કે નબળી આર્થિક સ્થિતિ છતાં હું મારું આ સપનું સાકાર કરી શકીશ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY