સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર એકથી ચાર ઇંચ વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

0
21

રાજકોટ,તા.૩
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોડી રાતથી બપોર સુધીમાં એકથી ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મોડી રાતથી જ સૌરાષ્ટ્રમાં મેધરાજા મહેરબાન બન્યા છે. પોરબંદર, ઉપલેટા, ભાયાવદર, જામજાધપુર આ સમગ્ર વિસ્તારમાં સવાથી જ ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે રાજકોટમાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ કોડીનારમાં દોઢ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો તો વેરાવળમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર પંથકમાં કાલ રાતથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેમાં વેરાવળ, સોમનાથ, માંગરોળ, કોડીનાર અને જૂનાગઢમાં એક કલાકમાં બે ઇંચથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સમગ્ર વિસ્તામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. મેઘરાજાના આગમનથી ઘણા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ભાવનગર પંથકમાં પણ સારો વરસાદ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
રાજકોટ પંથકની વાત કરીએ તો મોડી રાતથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજકોટમાં વહેલી સવારે વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તો ગોંડલ પંથકમાં એક કલાકમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જસદણ, ધોરાજી, મોરબી પંથકમાં વરસાદ પડ્યો હતો. કોટડા સાંગાણીમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY