પોતાના ખર્ચા પૂરા કરવા પત્ની દારુનો ધંધો કરાવતી હોવાનો પતિનો આક્ષેપ

0
57

વડોદરા,તા.૩
સમાન્ય રીતે તમે એવા સમચાર જાયા હશે કે છાંટોપાણીના શોખીન પતિને પત્નીઓ પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી ઢસડી જાય છે. જાકે વડોદરાનો આ કિસ્સો જરા અલગ છે. તેમાં ૪૧ વર્ષના રમેશ આપ્ટે નામનાવ્યક્તિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરતા જણાવ્યું છે કે તેની ૩૭ વષૠય પત્ની પોતાના મોજશોખ પૂરા કરવા માટે બુટલેગર બનાવ દબાણ કરે છે.
રમેશ પાછલા ૧૫ વર્ષથી અહી આવેલ એક મસાલા મીલ ખાતે કામ કરે છે. જાકે તેના જણાવ્યા મુજબ તેની પત્ની રેશમાને તેના આ કામકાજથી સંતોષ નથી. આપ્ટેએ કÌšં કે તેન પત્નીને દર અઠવાડિયે બહાર મોટી મોટી રેસ્ટોરન્ટમાં જમવા જવાનો શોખ છે. આ ઉપરાંત તેની માગ છે કે તેને દર અઠવાડિયે મિલ્ટપ્લેક્સમાં મૂવી જાવા લઈ જાઉં અને વર્ષમાં એકવાર વેકેશન માટે કોઈ હિલસ્ટેશનની ટ્રીપ કરાવું.
આપ્ટેની પિટિશનમાં કહેવાયું છે કે તેણે પોતાની પત્નીને મચક ન આપતા તેણે આપ્ટેની વયોવ્રુધ્ધ માતા પર દબાણ કરીને આપ્ટેને દારુ વેચવાના વેપારમાં જાડાવા માટે સમજાવવા કહેવામાં આવી રહ્યુ છે. કોર્ટમાં આપ્ટેના વકીલ એ.જે. ચૌહાણે કહ્યુકે, જ્યારે પણ મારા ક્લાયન્ટ દ્વારા આ બાબતે વચ્ચે પડવામાં આવે છે ત્યારે ત્યારે તેની પત્ની દ્વારા સંતાનો અને પડોશીઓની સામે અપમાનીત કરી હડધૂત કરવામાં આવે છે.
કેટલાય દિવસો સુધી રોજ ઝગડા કર્યા બાદ એક દિવસ રેશમાએ સંતાનો સાથે પતિનું ઘર છોડી દીધું અને પીયર ચાલી ગઈ. જ્યાં તેણે પતિ અને તેના પરિવાર વિરુધ્ધ હાથાપાયીનો કેસ દાખલ કરી દીધો છે. તેમજ કોર્ટમાં આપ્ટેએ જણાવ્યું કે રેશમાના બુટલેગર કાકાનો વેપાર ખૂબ મોટો છે અને તેમણે જારજબરજસ્તીથી તેનું સ્કૂટર પણ ઉઠાવી ગયા છે. જેનો ઉપયોગ કદાચ દારુની ખેપ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. જાકે આપ્ટેને પોતાનું સ્કૂટર ખૂબ ઝગડો કર્યા બાદ પરત મળી ગયું હતું. પરંતુ આ બધાથી કંટાળી તેને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કપલને બે સંતાનો પણ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY