એક તરફ પોષણ અભિયાન, બીજી તરફ મહિલાઓનું શોષણ
એક તરફ,ગુજરાતમાં પોષણ અભિયાન યોજી ભાજપ સરકાર બણગાં ફુંકી રહી છે જયારે બીજી તરફ,ભાજપના શાસનમાં આંગણવાડી બહેનોનુ રીતસર શોષણ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી ૫૩ હજાર આંગણવાડીમાં કામ કરતી એક લાખ બહેનોને સરકારે પગાર ચૂકવ્યો નથી. કારમી મોંઘવારીમાં પગાર ન ચૂકવાતાં આંગણવાડી મહિલા વર્કરોમાં રોષ ભભૂક્યો છે. આંગણવાડીમાં બાળકોને પોટ્રીનયુક્ત આહાર આપવાની વાતો કરનાર રાજય સરકારે નાસ્તા-આહારના જે દરો જાહેર કર્યાં છે તે મજાકરુપ છે જેમકે,૧૦ પૈસામાં ગોળ, ૬૫ પૈસામાં ચણાદાળ,૮૦ પૈસામાં ફળો. નવાઇની વાત તો એ છે કે, આંગણવાડી વર્કરે પોતાના ખિસ્સામાંથી ખર્ચ ચૂકવવા આદેશ કર્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો છેકે, કોઇ મંત્રી આ ભાવે બજારમાં વસ્તુ ખરીદવા નીકળે તો તેમને ખબર પડે. છેલ્લા છ મહિનાથી ફળફળાદીના બિલો અપાયા નથી. આંગણવાડીના મકાનના ભાડાં ય ચૂકવાયા નથી.જલાલપુર,નવસારી,ભરુચ,ઝઘડિયા,અંકલેશ્વરમાં તો ત્રણ માસથી પગાર ન અપાતાં આંગણવાડી બહેનોએ દેખાવો ય કર્યા હતાં. અમદાવાદની ચાર હજાર બહેનોને ય પગાર મળ્યો નથી. આંગણવાડી કર્મચારી સંગઠને સરકારને ચિમકી આપી છે કે, નિયમિતરુપે પગાર નહી મળે તો,આગામી દિવસોમાં આંગણવાડીઓને તાળુ મારી હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



