પ્રધાનમંત્રી કૌશલ્યકેન્દ્ર સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૩૦ તાલીમાર્થીની પસંદગી ..

0
11

સુરેન્દ્રનગર : પ્રધાન મંત્રી કૌશલ્યકેન્દ્ર સુરેન્દ્રનગર, રોજગાર કચેરી સુરેન્દ્રનગર તથા આઈ.સી.એ એજ્યુ સ્કીલ પ્રા.લી ના સહયોગથી પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળાનું ઉદ્દઘાટન જીલ્લા રોજગાર અધિકારીશ્રી જે.ડી. જેઠવાના હસ્તેં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાુ રોજગાર અધિકારીશ્રી જે.ડી. જેઠવાએ જિલ્લારમાં યોજાતા રોજગાર ભરતી મેળામાં બહોળી સંખ્યાીમાં લાભાર્થીઓ ભાગ લઇ રોજગાર પ્રાપ્ત્ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા હોવાનું જણાવ્યું હતું.

આ ભરતે મેળામાં ટેક્સ્પીન બેરીંગ લી, જય ભારત મારૂતિ લી, મેક્સન ફાર્માસ્યુટિકલ પ્રા.લી, બીગ બાસ્કેટ, પરીખ પેકેજીંગ પ્રા.લી, મિન્ડા ગ્રુપની કંપનીઓ તથા ઓટોકીટ્સ જેવી જુદી જુદી ૧૫ નામાંકીત કંપનીઓએ પોતાની કંપનીમાં ભરતી કરવા માટે ભાગ લીધો હતો. આશરે ૨૫૦ થી વધુ તાલીમાર્થીઓ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિાત રહયા હતાં. ફીટર, ઈન્વેનટરી ક્લાર્ક, સિલાઈ મશીન ઓપેરેટર, પ્લમ્બર, ઓટોમોટીવ સર્વિસ ટેકનીશીયન (૨ વ્હીલર્સ) જેવા કોર્ષમાં તાલીમ લીધેલા ૨૫૦ થી વધુ તાલીમાર્થીઓમાંથી ૧૩૦ જેટલા તાલીમાર્થીઓને વિવિધ કંપનીઓની જગ્યાહ માટે પસંદગી કરવા આવી હતી.

રીપોટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY