સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘમહેર: ૬ ઇંચ સુધી વરસાદ

0
17
સુરતના માંગરોળમાં ૧૨ કલાકમાં ૫.૫ ઇંચ

નવસારી-ગણદેવીમાં ૫.૫ ઇંચ: પારડી, વ્યારા, ડોલવણમાં ૪ ઇંચથી વધુ

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. માંગરોળમાં ૧૨ કલાકમાં ૫.૫ ઇંચ વરસાદ નોંધોયો છે. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ ૩.૫ ઇંચ વરસાદમાં નવસારી અને ગણદેવીમાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ મેઘમહેર જારી રહી છે. જ્યારે પારડી, વ્યારા, ડોલવણમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સંઘપ્રદેશ દમણમાં ૬.૬ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મંગળવારે ધોધમાર વરસાદ બાદ સુરત જિલ્લામાં વરસાદ ધીમો પડીને સરેરાશ ૨.૧ ઇંચ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં ૧૨ કલાકમાં ૫.૫ ઇંચ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં ૧ થી ૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સુરત સિટીમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થતા ખેડુતોને વાવેતર શરૃ કરી દીધુ છે. સુરત શહેરમાં બે દિવસથી વરસાદી વાતાવરણ જામતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પાંચ ઇંચ સુધી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશાલી છે. નવસારી ગણદેવીમાં ૫.૫ ઇંચ અને જલાલપોરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં ૪ ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં ૪.૪ ઇંચ અને ડોલવણમાં ૪ ઇંચ વરસાદ નંધાયો છે. તમામ તાલુકાઓમાં એક ઇંચથી લઇને ૬ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. દરમિયાન સંઘપ્રદેશ દમણમાં ૬.૬ ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દાદરા નગર હવેલીમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લો ચોર્યાસી ૧.૦ ઇંચ કામરેજ ૨.૦ ઇંચ સુરત સિટી ૧.૦ ઇંચ પલસાણા ૧.૫ ઇંચ બારડોલી ૨.૦ ઇંચ મહુવા ૨.૦ ઇંચ માંગરોળ ૫.૫ ઇંચ માંડવી ૨.૦ ઇંચ ઓલપાડ ૧.૫ ઇંચ ઉમરપાડા ૩.૫ ઇંચ નવસારી જિલ્લો જલાલપોર ૫.૦ ઇંચ નવસારી ૫.૫ ઇંચ ચીખલી ૩.૦ ઇંચ ગણદેવી ૫.૫ ઇંચ ખેરગામ ૩.૦ ઇંચ વાંસદા ૦.૫ ઇંચ ડાંગ જિલ્લો વઘઇ ૨.૭ ઇંચ સાપુતારા ૧.૦ ઇંચ સુબિર ૧.૦ ઇંચ આહવા ૧.૦ ઇંચ વલસાડ જિલ્લો પારડી ૪.૦ ઇંચ વાપી ૩.૫ ઇંચ વલસાડ ૩.૦ ઇંચ ઉમરગામ ૨.૫ ઇંચ ધરમપુર ૨.૦ ઇંચ કપરાડા ૨.૦ ઇંચ તાપી જિલ્લો વાલોડ ૩.૫ ઇંચ વ્યારા ૪.૪ ઇંચ ડોલવણ ૪.૦ ઇંચ સોનગઢ ૩.૩ ઇંચ ઉચ્છલ ૧.૬ ઇંચ નિઝર ૧.૦ ઇંચ કુકરમુંડા ૦.૭ ઇંચ સંઘપ્રદેશ દમણ ૬.૬ ઇંચ દા.ન.હ ૨.૫ ઇંચ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY