મધુસૂદન ૫ારેખ : સતત ૫૮ વર્ષથી કલમમાંથી વેરાતી હાસ્યની પરિભાષા

0
40
નવ દાયકા વટાવી ચૂક્યાં હોવા છતાં નખમાં પણ રોગ ન ધરાવતા મધુસૂદન પારેખ મૂળ સુરતના વતની છે

નવ દાયકા વટાવી ચૂક્યાં હોવા છતાં નખમાં પણ રોગ ન ધરાવતા મધુસૂદન પારેખ મૂળ સુરતના વતની છે. તેમનો જન્મ અમદાવાદમાં સુખી પરિવારમાં થયો હતો. પિતા હીરાલાલ વિદ્વાન હતા. તેમણે ગુજરાત વિશે જે ગ્રંથો લખ્યા છે તે આજે દુર્લભ છે. મધુસૂદન પારેખનું બાળપણ પુસ્તકો વચ્ચે પસાર થયું. આઠ વર્ષની ઉંમરે બાળસાહિત્ય વાંચવાનું શરૃ કર્યું. બસ પછી તો વાંચવામાં તેમને રસ પડતો ગયો એટલે બાળસાહિત્ય ઉપરાંત, નવલકથા, નિબંધ, ફિલોસોફી એમ દરેક પ્રકારનું વાંચન કરતાં ગયાં. આપણને પણ વિચારતા કરી મૂકે એવી યાદશક્તિ ધરાવતા મધુસૂદન પારેખ કહે છે, ‘ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. કર્યા બાદ મેં આઠ વર્ષ સુધી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ તેના પર પીએચ.ડી. કર્યા બાદ એચ.કે. કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયો. એ પછી પ્રોફેસર, પ્રિન્સિપલ અને ટ્રેસ્ટી તરીકે કાર્ય કર્યું. ‘ ૧૯૬૦થી લખવા માટે કલમ ઉપાડી તો આજે ૯૫ વર્ષે પણ લેખનના કાર્યને વિરામ આપ્યો નથી. તેમણે અનેક પુસ્તકો લખ્યા અને આજે પણ મેગેઝિનો તથા સામાયિકોમાં તેમનું પ્રદાન આપી રહ્યાં છે. કટાર લેખક તરીકે અનેક સન્માનો અને પુરસ્કારોથી સન્માનિત થઇ ચૂકેલાં દાદાનું મુખ્ય અર્પણ હાસ્યક્ષેત્રે છે. તેમની હાસ્યરચનાઓમાં ક્યાંય અને ક્યારેય કટુતા, દંશ, દ્વેષનો અણસાર સરખો વરતાતો નથી. એમનું કટાક્ષ-કથન દઝાડે એવું નથી હોતું. એમનું હાસ્ય નરવું અને ગરવું છે. બાળસાહિત્ય પ્રત્યે પણ તેમનું પ્રદાન કંઇ નાનુ શુનુ નથી. તેમનું નિર્મળ અ્ને જુ હૃદય બાળસાહિત્યના સર્જનમાં ઉપસી આવે છે. બે શરીર અને એક આત્માની જેમ પત્નીને શરીરનું અંગ માનનારા મધુસૂદનજી કહે છે, ‘પત્નીએ જીવનના દરેક તબક્કે સાથે સહકાર આપ્યો છે. તેના લીધે જ હું આટલા પુસ્તકો લખી શક્યો છું.’ દીકરી ‘વ્હાલની સરિતા’ છે. જે સતત વહેતી જ રહે છે.’ જે અંગે દીકરી પ્રીતિ કહે છે, ‘તેઓ ખૂબ પ્રેમાળ છે. કોઇના માટે ક્યારેય દ્વેષભાવ રાખતાં નથી. તેમને ફરસાણ બહુ ભાવે છે. જમવાના અને જમાડવાના શોખીન છે.’ ડિજિટલના યુગમાં લુપ્ત થતી ગુજરાતી ભાષા વિશે ચિંતિત પ્રેમને જીવનબળ માનનારા મધુસૂદન પારેખ કહે છે, દીકરીઓ સાથે બળાત્કારનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. જે સાંભળીને ખૂબ દુખ થાય છે. બીજુ આજના ડિજિટલના યુગમાં ગુજરાતી ભાષા લુપ્ત થઇ રહી છે. તેને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યાં છે પરંતુ તેમાં સફળતા મળશે કે કેમ? એ મોટો પ્રશ્ન છે.’ શાંતિદાદાએ કારમાં લિફ્ટ આપી ને હું લેખક બન્યો ‘૧૯૬૦માં કોલેજમાં ભણાવી ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં તેમની કાર પસાર થઇ રહી હતી. તેમણે મને જોયો અને કારમાં બેસી જવા કહ્યું. પિતાના લીધે હું તેમના પરિચયમાં હોવાથી બેસી ગયો. તેઓ મને સીધો પ્રેસ પર લઇ આવ્યા અને મને કોલમ લખવા માટે આગ્રહ કર્યો. જેનો મેં સ્વીકાર કર્યો. ત્યારેથી કલમ હાથમાં પકડી છે.’ ‘કુસુમાખ્યાન’ લખી પત્નીને એક ઊંચાઇ બક્ષી ૨૦૦ વર્ષ પછી કોઇ પતિએ પત્ની પર પુસ્તક લખ્યું, જેમાં મધુસૂદન દાદાનો સમાવેશ થાય છે. તેમણે ‘પાંસઠ વર્ષના પ્રસન્ન દામ્પત્ય જીવનને વણી લેતું ‘કુસુમાખ્યાન’ લખી પત્નીને એક ઉંચાઇ આપી. મળેલાં સન્માન = ગુજરાત સાહિત્ય સભા તરફથી ૨૦૦૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. = વિશિષ્ટ સાહિત્યિક પ્રદાન માટે ગુજરાત સાહિત્ય સભા તરફથી શ્રી ધનજી કાનજી સુવર્ણચંદ્રક

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY