ન્યુ દિલ્હી,તા.૫
જા તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો અને પ્રવાસમાં તમારા ઓરીજીનલ ઓળખકાર્ડ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ ખોવાઇ ગયા છે તો ચિંતા કરશો નહીં. કેમ કે, હવે ભારતીય રેલવે તમારા ડિજિટલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને ઓળખના પૂરાવા તરીકે માન્ય રાખશે. જા કે,તમારા આ ઓળખના પૂરાવાઓ સરકારના ડિજિટલ લોકર (ડિજિલોક)માં સંગ્રહાયેલા હોવા જાઇએ. ડિજિલોક એ સરકાર દ્વારા નાગરિકોને તેમના અગત્યના દસ્તાવેજા સ્ટોર કરવાની ફેસિલિટી આપે છે.
ભારતીય રેલવે દ્વારા તેના ઝોનલ અધિકારીઓને આ બાબતે એક જાહેરનામુ મોકલી આપ્યુ છે અને સૂચનાઓ આપી છે કે, ડિજિટલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને ઓળખના પૂરાવા તરીકે માન્ય રાખવા. આ જાહેરનામામાં લખ્યુ છે કે, જા રેલવેમાં પ્રવાસ કરતા મુસાફરો ડિજિલોકમાં સ્ટોર કરેલા તેમના ઓળખના પૂરાવા બતાવે તો તેને માન્ય રાખવા.”
ડિજિટલ ઇન્ડીયાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નાગરિકો માટે ડિજિલોકરની વ્યવસ્થા કરી છે. આ ડિજિલોકરમાં નાગરિકો ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડને સ્ટોર કરી શકે છે. ભારતીય રેલવેની આ નવી પહેલ રેલવેમાં મુસાફરી કરતા અનેક લોકોને રાહત આપશે અને સંકટ સમયમાં મદદરૂપ થશે. વળી, લોકોએ ઓળખ માટે ઓરિજિનલ દસ્તાવેજા કાયમ સાથે રાખવાની જરૂરિયાત ઉભી નહીં થાય.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






