મોદી કોંગ્રેસે આપેલા બલિદાનોને પણ યાદ રાખે ગાંધી પરિવારે દેશ માટે ઘણું બધુ બલિદાન આપ્યુ છે : શરદ પવાર

0
31

ન્યુ દિલ્હી,તા.૨૬
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે નહેરુ-ગાંધી પરિવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. વડાપ્રધાન મોદીને સલાહ આપતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે નહેરુ-ગાંધી પરિવારે દેશ માટે મોટી કુરબાની આપી છે અને તેને વડાપ્રધાને ભૂલવી જાઈએ નહીં. પવારે વડાપ્રધાન મોદીને અપીલ કરતા કહ્યું છે કે તેઓ આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બલિદાનોને પણ યાદ રાખે.
પવારે કહ્યું છે કે દરેક રેલીમાં મોદી બોલે છે કે એક પરિવારે દેશ પર શાસન કર્યું છે. પરંતુ તેઓ વડાપ્રધાન મોદીને કહેવા માંગે છે કે આ પરિવારે દેશ માટે મોટી કુરબાની આપી છે. જવાહરલાલ નહેરુએ આઝાદીની લડાઈમાં ઘણાં વર્ષો સુધી જેલની સજા કાપી છે. સૌને ખબર છે કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કેવી રીતે થઈ હતી? શરદ પવારે વડાપ્રધાન મોદી પર શાહબ્દિક હુમલો કરતા કહ્યું છે કે પીએમ દ્વારા દેશવાસીઓને વાયદો કરીને તેમને વિકાસના સપના દેખાડવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી પાસે તેમના કરેલા વાયદા સંદર્ભે કહેવા માટે કંઈ નથી. માટે તેઓ હંમેશા એક પરિવાર સંદર્ભે વાત કરતા રહે છે. મહત્વપૂર્ણ છે કે પવારે પહેલા પણ રફાલ મુદ્દા પર વડાપ્રધાન મોદીને ગેર્યા હતા. ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રફાલ ડીલની તેમણે જેપીસી તપાસ કરાવવાની માગણી કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં શરદ પવાર કહી ચુક્યા છે કે ૨૦૧૯માં કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થશે. તેમણે ૨૦૧૯માં ૨૦૦૪ જેવી રાજકીય પરિસ્થિતિ પેદા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY