ન્યુ દિલ્હી,તા.૫
માનસિક તણાવ અને પારિવારિક કારણોથી આત્મહત્યા કરનારા સૈનિકોના પરિવારજનોને હવે પેન્શન જેવી સુવિધાથી વંચિત રાખવામાં નહી આવે. તેમના પરિવારજનોને નક્કી નિયમો હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે. ત્રણેય સેનાઓમાં આ નવા નિયમોને લાગુ કરી દેવાયા છે.
સૈન્ય બળોના સખત નિયમો હેઠલ અત્યાર સુધી આપઘાતના મામલામાં પરિવારજનોને પારિવારિક પેન્શન આપવામાં આવતું નહોતું કેમ કે તેનાથી સૈનિકોનો પ્રભાવ સૌથી વધુ પ્રભાવિત થતો હતો અને મોટાભાગના કેસમાં યુવાવસ્થામાં જ આવા મામલા બનતા હતા.
રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે માનસિક રોગ અધિનિયમ બન્યા બાદ આપઘાતને અપરાધના દાયરામાંથી હટાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ પણ અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં સૈન્ય દળોમાં આપઘાત કરનારા સૈનિકોના પરિવારજનોને પણ રાહત આપવામાં આવી છે. તેના પરિવારજનોને પેન્શન અને અન્ય સુવિધાઓ એ જ પ્રકારે મળતી રહેશે જેવી રીતે સામાન્ય મૃત્યુમાં મળતી હોય.
માનસિક તણાવને કારણે સેનાઓમાં દર વર્ષે આત્મહત્યાના અનેક મામલા સામે આવે છે. ઉપરથી પરિવારજનોને ત્યારે બેવડો માર પડે ચે જ્યારે તેમને પેન્શનનો લાભ નથી મળી શકતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





