ન્યુ દિલ્હી,તા.૬
ખેડૂતોને ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરીને નરેન્દ્ર મોદી સરકારે દેશના ખેડૂત વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે અને હવે ખેડૂતોના પાકની ખરીદી પર જાર આપવામાં આવશે અને દરેક ખેડૂતને ખરીદીનો લાભ મળે તે માટે ખરીદ ગેરંટી યોજના પર સરકાર વિચાર કરી રહી છે. ઉચ્ચસ્તરીય બેઠકો ચાલી રહી છે અને ટૂંક સમયમાં આમાં સત્તાવાર જાહેરાત થવાની શકયતા છે.
જે રાજ્યોમાં સરકારી ખરીદીની પરંપરા છે ત્યાં જ ટેકાના ભાવથી ખેડૂતોને રાહત મળશે. પરંતુ સરકારે ટેકાના ભાવનો લાભ તમામ ખેડૂતો સુધી પહોંચાડવાનો વાયદો કર્યો છે અને આ વાયદાને પૂરો કરવા માટે પાકની ખરીદીની વ્યવસ્થામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. આ કામમાં રાજ્ય સરકારોએ પણ કેન્દ્રની સાથે ઉભા રહેવુ પડશે. યાર્ડના કાયદા સહિત અનેક કાયદાઓમાં સુધારા વધારા કરવા પડશે.
મોદી સરકાર હવે ખેડૂતોને બીજી રીતે રાજી કરવા માગે છે અને તેમના પાકની ખરીદી માટે ખરીદ ગેરંટી યોજનાની નવી સિસ્ટમ અમલમાં લાવશે. આમ થવાથી દેશના બધા જ ખેડૂતોને લાભ મળશે. ૨૦૧૯ની લોકસભાની આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને મોદી સરકાર હવે રહી રહીને ખેડૂતોની ચિંતા કરવા સક્રિય થઈ છે. આ યોજનાઓથી મોદી સરકારને ખેડૂતોનો કેટલો ટેકો મળશે તે ચૂંટણીમાં ખબર પડશે. ખરીદ ગેરંટી યોજના ટૂંક સમયમાં જાહેર થશે તેમ માનવામાં આવે છે.
સૂત્રોનું કહેવું છે કે કૃષિ પેદાશોના યોગ્ય ભાવ અપાવવા માટે ખાંડની જેમ જ સરકાર લઘુત્તમ ભાવ નકકી કરી આપે જેથી નકકી થયેલા ભાવથી નીચે ખરીદ વેચાણ ન થઇ શકે. પણ આ નિયમ ખાંડની જેમ બધી વસ્તુઓ પર લાગુ કરવો સહેલો નહી હોય. હાલમાં ખાદ્ય મંત્રાલય ખાદ્ય સુરક્ષા કાનુનનો અમલ કરવા માટે ૬.૧૧ કરોડ ટન ઘઉં અને ચોખા ખરીદે છે. જયારે દાળની મોંઘવારી પર કાબુ મેળવવા માટે સરકારે દાળનો બફર સ્ટોક બનાવવાનો નિર્ણય બે વર્ષ પહેલા લીધો હતો. આના માટે સરકારી એજંસી ના ફંડ અને કેટલીક રાજયની એજન્સીઓ ખરીદી કરે છે. જયારે જાડા ધાન્યની ખરીદી માટે કોઇ વધારાની વ્યવસ્થા નથી કરાઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





