પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંઘના કાર્યકરોને સંબોધન કરવાના આમંત્રણને સ્વીકારી લીધા બાદ કોંગ્રેસ પાર્ટી ભયભીત દેખાઇ રહી છે. તમામ જાણકાર લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે પ્રણવ મુખર્જી જા નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાય છે તો તેને લઇને કોગ્રેસ પાર્ટી ભયભીત કેમ છે. કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને હવે દહેશત છે કે જા પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે તો તે જે વિચારધારાની સામે લડાઇ લડી રહી છે તેની લડાઇ નબળી પડી જશે. કોંગ્રેસ પાર્ટી હમેંશા સંઘની વિચારધારાનો વિરોધ કરતી આવી છે. કોંગ્રેસ પાર્ટી દહેશતમાં રહે તેના જે કારણો છે તેમાં એક કારણ સમયનો પણ છે.
કોંગ્રેસને એવી દહેશત સતાવી રહી છે કે હાલમાં ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતને લઇને હબ્લો મચાવેલો છે. તેમાં તેની સાથે કોઇ પણ પ્રકારની વાતચીત થવી જાઇએ નહી. કોંગ્રેસના નેતાઓ માને છે કે જા પ્રણવ દા સંઘના કાર્યકરોને સંબોધન કરવા માટે નાગપુર જશે તો તેની લડાઇને અસર થશે. જ્યાં સુધી સંની વિશ્વસનીયતાની વાત છે તો આ બાબતને લઇને કોઇ ઇન્કાર કરી શકે નહી કે સત્તામાં તેની ભૂમિકા નથી. સંઘનુ પ્રભુત્વ સરકારમાં ચોક્કસપણે રહેલુ છે. સંઘ જે હિન્દુત્વનુ પ્રતિનિધીત્વ કરે છે તેને દેશના એઓક હિન્દુઓના વર્ગનુ સમર્થન પણ મળેળુ છે. સામાન્ય લોકો માટે હિન્દુ ધર્મ એક વિચારધારા છે જે બીજા ધર્મનુ સન્માન કરે છે. જે ધાર્મિક સ્વતંત્રતાની તરફેણ પણકરે છે. પ્રણવ મુખર્જી કોંગ્રેસ પાર્ટીના હિન્દુ ચહેરા તરીકે રહ્યા છે. પોતાની આત્મકથા ધ કોલિસન ઇયર્સમાં પ્રણવ લખી ચુક્યા છે કે વર્ષ ૨૦૦૪માં કાંચી શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કરવામાં આવી ત્યારે કેબિનેટ બેઠકમાં પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે જેમ ભારતીય ધર્મનિરપેક્ષતા ઇદ પહેલા કોઇ મૌલવીની ધરપકડની મંજુરી આપતી નથી તેવી જ રીતે દિવાળી પહેલા કોઇ હિન્દુ ધર્મના ગુરૂની ધરપકડને પણ મંજુરી આપતી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ મંદિર તો જાય છે. આને લઇને આક્ષેપબાજી યોગ્ય નથી.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



