અમારી સરકારમાં યોજનાઓ અટકતી-લટકતી-ભટકતી નથી: મોદી

0
12

જયપુર,તા.૭
વડા પ્રધાન મોદી આજે જયપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ દેશના એવા પહેલા વડા પ્રધાન બનશે કે જેઓ પહેલી વાર વિકાસલક્ષી યોજનાઓનો લાભ લેનારા લોકોની સીધી મુલાકાત લીધી છે.પીએમ મોદીએ જમરૂખના બાગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૨ વિકાસલક્ષી યોજનાઓના લગભગ અઢી લાખ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો અને રાજસ્થાનને ૨૧૦૦ કરોડની વિકાસલક્ષી યોજનાઓની નવી ભેટ આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતાં કહ્યુ કે અમારી સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કામ કરે છે. અમારા કામકાજમાં ના કોઇ કામ અટકે છે, ના લટકે છે અને ના ભટકે છે. પીએમ કહ્યુ અમારો એક જ મંત્ર છે વિકાસ, વિકાસ, વિકાસ. તેમણે કÌšં કે રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગમ છે. રાજસ્થાન વિકાસ પથ પર આગળ વધી રહ્યુ છે. ઉજ્જવલા યોજના જનતાને લાભ મળ્યો છે.
આ દરમ્યાન તેમણે અગાઉની કાંગ્રેસ સરકાર પર કટાક્ષ કર્યા. વડાપ્રધાને કહ્યુ કે કેટલાંક લોકો હવે કાંગ્રેસને ‘બેલ ગાડી’ કહેવા લાગ્યા છે કારણ કે પાર્ટીના કેટલાંય નેતા જમાનત પર છે.
તેમણે કહ્યુ કે ચાર વર્ષ પહેલાં કાંગ્રેસના નેતાઓના નામ પર પથ્થર જડવાની હોડ મચી હતી. મોદીએ કહ્યુ કે પાછલી સરકાર પાસેથી ખજાનો ખાલી મળ્યો હતો. જા કે હવે હાલની કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને માત્ર વિકાસના એજન્ડા પર કામ કરી રહી છે.
લોકોએ અહી ગત પાંચ વર્ષમાં થયેલા રાજ્યના વિકાસનું ચિત્ર જાવું જાઇએ. પીએમ મોદીએ વિપક્ષ પર વિકાસ વિરોધ હોવાના આરોપ લગવાતાં કહ્યુ કે કેટલાક લોકો એવા છે જેને મોદી અને વસુંધરાજીનું નામ સાંભળી તાવ આવી જાય છે. આ અગાઉ પીએમ મોદીએ લાભાર્થીયો સાથે મંચ પર મુલાકાત કરી.
વસુંધરા સરકારના વખાણ કરતાં પીએમે કહ્યુ કે મુખ્યમંત્રી જળ સ્વાવલંબન યોજનાના માધ્યમથી ૪૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ પૂરા કરાયા છે. તેમણે પાર્વતી, કાલી, ચંબલ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે જાહેર કરવાની માંગનો ઉલ્લેખ કર્યો હતો. ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉલ્લેખ કરતાં મોદીએ કÌšં કે બેન્ક ખાતા, વીજળી, ગેસ, રસીકરણ, સુરક્ષા કવચ વગેરે ગામડામાં સુનિશ્ચિત કરી રહ્યાં છે. રાજસ્થાનના કેટલાંય ગામને પણ ફાયદો પહોંચશે.
કાંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યુ, આ પહેલાની સરકારમાં રાજસ્થાનમાં નેતાઓના નામના પથ્થર લગાવવાની હોડ હતી. હવે યોજનાઓ માત્ર કાગળ પર નથી દેખાતી. વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ, કાંગ્રેસને આજકાલ કેટલાક લોકો બળદગાડ બાલવા લાગ્યા છે. કાંગ્રેસના ઘણા નેતા અને દિગ્ગજ મંત્રીઓ આજકાલ બળદ પર છે.
તેમણે કહ્યુ કે રાજકીય પક્ષોએ સેનાની ક્ષમતા પર પણ પ્રશ્ન ઉઠાવાનું પાપ કર્યું. મોદીએ કહ્યુ કે જેમને પરિવારની રાજનીતિ કરવી છે કરે, અમારી નીતિઓ રાષ્ટ્ર નિર્માણ માટે સ્પષ્ટ છે. આની પહેલાં તેમણે કહ્યુ કે રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગ્રામ છે. તેમણે રાણ પ્રતાપ, ભામાશાહ, પન્ના ધાઇ, મીરાબાઈ વગેરે પણ યાદ કર્યા.
પ્રધાનમંત્રી મોદીએ રાજ્સ્થાનને વિકાસલક્ષી યોજનાઓની ભેટ આપી છે. તેમાં ઉદયપુર માટે એકીકૃત સંરચના પેકેજ, અજમેર માટે એલિવેટેડ રોડ અને અજમેર-ભીલવાડા, બિકાનેર, હનુમાનગઢ, સીકર તથા માઉન્ટ આબુમાં પાણી અને સુઅરેજની પરિયોજનાનો સમાવેશ થાય છે. આ સિવાય ધૌલપુર, નાગૌર, અલવર તથા જાધપુર અને અજમેર તથા બિકાનેર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં ખાતમુહૂર્ત કર્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY