નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે સાગબારાના પાટલામોવનો એપ્રોચ રોડ અને નાલ બ્રિજના બે પાયા ધોવાયા : 5 ગામો સંપર્ક વિહોણા

0
105

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે જંગલ વિસ્તારમાં નદી નાળા છલકાયા,સાગબારાના 5 ગામો સંપર્ક વિહોણા થતા જિલ્લા વહીવટીતંત્ર વૈકલ્પિક વ્યવસ્થા અને સમારકામની કામગીરીમાં જોતરાયા.

રાજપીપળા:નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છે.જેને પગલે નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારના નદી નાળા છલકાઈ જતા નવા નીર આવ્યા છે.તો બીજી બાજુ સાગબારા તાલુકાના રસ્તા અને નાળા ધોવાતા 5 ગામો સંપર્ક વિહોણા થયા હોવાાનું જાણવા મળે છે.તો બીજી બાજુ સાગબારા તાલુકાની ગંભીર પરિસ્થિતિને કારણે જિલ્લા વહીવટી તંત્ર હાલ વૈકલ્પિક વ્યવસ્થા અને સમારકામના કામે લાગી ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે માજા મૂકી છે.શનિવારે નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદમાં પાટલામોવનો એપ્રોચ રોડ અને નાલ બ્રિજના બે પાયા ધોવાતા પાટલમોવથી પાંજલીગઢ અને નાલ ગામ સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે.તો બીજી બાજુ નાલ ગામથી દોધનવાડી ગામ પાસેના બ્રિજના બે પાયાને નુકસાન થતા નાલ,દોધનવાડી જેવા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે.જોકે આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાને કારણે તંત્રને મોડે મોડે આ મામલે ખબર પડતાં તંત્ર દ્વારા બન્ને સ્થળોએ પહોંચી જઈ નુકશાનનો તાગ મેળવાયો છે.હાલ આ 5 ગામો મેઈન રસ્તા પરથી સંપર્ક વિહોણા થયા છે જ્યારે આ ગામોએ જવા બીજા રસ્તા પરથી આવન જાવન હાલ પૂરતું ચાલુ કરવાની વ્યવસ્થામાં જિલ્લા વહીવટી તંત્ર લાગી ગયું છે.આમ નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ વિભાગ દ્વારા બનાવાયેલ રસ્તા અને નાળાઓનું ધોવાણ થવા પામ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY