અમદાવાદ, તા.૭
દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન ફરી એકવાર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જુદા જુદા ભાગોમાં કલાકોના ગાળામાં જ નવ ઈંચ સુધીનો વરસાદ થયો છે. મળેલી માહિતી મુજબ આહવા, સાપુતારા, તાપીના સોનગઢ સહિતના વિસ્તારોમાં કલાકોના ગાળામાં જ ધોધમાર વરસાદના લીધે ચારેબાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વધઈમાં ૮.૭ ઈંચ, આહવામાં ૭ ઈંચથી વધુ, સાપુતારામાં પાંચ ઈંચથી વધુ, ડાંગના સબર ગામમાં આઠ ઈંચથી વધુ, તાપીના સોનગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદ ટુંકા ગાળામાં જ ખાબકી જતા તંત્રને સાવચેતીના પગલાં લેવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદીઓ પણ બે કાંઠે થઈ ગઈ છે. ડાંગમાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ધરમપુરમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પગલે નદીઓમાં પાણીની સપાટી વધી ગઈ છે. દક્ષિણ ગુજરાતના સોનગઢમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ડાંગ, વ્યારા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતાલોકોને દરિયા કિનારે ન જવા અને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ વહીવટીતંત્ર સાબદુ થઈ ગયું છે. સંબંધિત અધિકારીઓને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદી માહોલ હજુ અકબંધ રહે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓનો દોર જારી રહી શકે છે. ગુજરાતના અન્ય કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર છેલ્લા ૨૪ કલાકમાં જારી રહ્યો છે. અમદાવાદમાં વરસાદમાં બ્રેકની Âસ્થતિ જાવા મળી રહી છે. હળવા વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આંકડા ચોક્કસપણે ઓછા છે પરંતુ કેસો ઉપર નિયંત્રણ આવી રહ્યું નથી. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના ૨૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૮ અને ટાઇફોઇડના ૧૨૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં વિરામની Âસ્થતિ જાવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે એકબાજુ તંત્ર સાબદુ થયેલું છે ત્યારે બીજી બાજુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. દક્ષિણ ગુજરાતમાં પહેલા પણ ભારે વરસાદ થયો છે. આ દોર જારી રહ્યો છે. સેલવાસ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા અનેક નદીઓમાં પાણીની આવક અનેક ગણી વધી ગઈ છે જેથી કૃષિ સમુદાય ખુશખુશાલ પણ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





