બળાત્કારીનું માથું કાપી લાવનારને કરણી સેના આપશે ૨૫ લાખનું ઈનામ

0
17

ભોપાલ,તા.૭
રાજપૂતના કરણી સેનાએ ફરી એક વખત કાયદો પોતાના હાથમાં લેવાની જાહેરાત કરી છે. જાલૌન જિલ્લાના કાલપીમાં ક્ષત્રિય સંમેલન દરમિયાન રાષ્ટ્રીય રાજપૂતાના કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીર પ્રતાપ સિંહે જણાવ્યું કે, છ વર્ષથી નાની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ કરનાર બળાત્ માથું કાપી લાવનારને ૨૫ લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.
રાષ્ટ્રીય રાજપૂતા કરણી સેના પ્રદેશ પ્રમુખ વીર પ્રતાપ સિંહે સમ્મેલનમાં કÌšં કે, ” દેશ અને પ્રદેશમાં મહિલાઓ, કિશોરીઓ અને ખાસ કરીને માસૂમ બાળકીઓ સાથેના દુર્વ્યવહારની ઘટનાઓ સતત વધી રહી છે, પરંતુ સરકાર આ ઘટનાઓને અટકાવવા નિષ્ફળ જઇ રહી છે, જેનાથી ‘અસુરક્ષા’ની લાગણી વધી રહી છે. ‘ તેમણે જણાવ્યું કે, ‘છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરવાવાળાનું માથું કાપી લાવનારને કરણી સેના તરફથી ૨૦ લાખ રૂપિયા અને તેમના તરફથી પાંચ લાખ રૂપિયા (કુલ ૨૫ લાખ)નું ઇનામ આપવામાં આવશે.
આ ઉપરાંત સિંહે કહ્યુ માથુ કાપી લાવનારનો ન્યાયિક ખર્ચ પણ કરણી સેના ઉઠાવશે. તેમણે એ પણ કહ્યુ કે અયોધ્યા માં શ્રીરામ મંદિરની સ્થાપના કરવામાં અડચણો આવી રહી છે. પરંતુ હવે કરણી સેના અયોધ્યાં શ્રીરામ મંદિર બાંધશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY