આજ રોજ ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ ધ્વારા પટેલ વેલ્ફર શાળાના વિદ્યાર્થીઓએ ઓરી અને રૂબેલા રસીકરણ અંગે જાગૃતા અંગે રેલી યોજી હતી.

ભરૂચ જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૩,૯૨,૭૧૦ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં આવરી લેવાના કાર્યક્રમના ભાગરૂપે ભારત સરકાર ધ્વારા વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા તથા રૂબેલા/જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજ્યમાં મીઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ અભિયાન ૧૬ જુલાઇ – ૨૦૧૮ થી શરૂ થશે જેમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવશે.જેના ભાગરૂપે પટેલ વેલ્ફર શાળાના વિદ્યાર્થીઓ અને ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના સહયોગ વિધાર્થીઓએ હાથોમાં બેનર અને સુત્રોચ્ચાર કરી એક જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી પટેલ વેલ્ફર શાળા ખાતે થી નીકળી શિફા,સંતોષી વસાહત થઈને મહોમ્મદ પુરા ખાતે પૂર્ણ થઈ હતી.આ રેલીમાં જિલ્લા પંચાયતના ડોકટર અને સ્ટાફ પણ જોડાયો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







