મોસ્કો,તા. ૧૦
બ્રિટન વર્લ્ડકપની સેમિફાઇનલમાં આવતીકાલે ક્રોએશિયા સામે ટકરાનાર છે ત્યારે આ મેચમાં કોણ જીતશે તેને લઇને ભારે સસ્પેન્સની Âસ્થતિ છે. બ્રિટનના બાકીના દેશો ઇચ્છે છે કે, ઇંગ્લેન્ડની આ મેચમાં હાર થઇ જાય. ફુટબોલ અને રગ્બીમાં સ્પર્ધા એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરીય આયર્લેન્ડ જેવા દેશોમાં રમત પ્રેમીઓ ઇચ્છા રાખી રહ્યા છે કે, ઇંગ્લેન્ડની ક્રોએશિયા સામેની ફિફા વર્લ્ડકપની સેમિફાઇનલમાં હાર થઇ જાય. હવે તેમના માટે આ ટેવને બદલવી મુશ્કેલ છે કે, જેરેથ સાઉથ ગેટની ટીમ પોતાની સૌથી મોટી સ્પર્ધામાં મેદાનમાં ઉતરશે. આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી ચાહકો ખુબ ઓછા ઉપÂસ્થત રહે તેવી શક્યતા છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ગોલ કરશે ત્યારે આ દેશોમાં ચાહકો ખુશ થશે નહીં. ઇંગ્લેન્ડ બ્રિટનમાં સૌથી વધારે પ્રભાવશાળી દેશ પૈકી છે. તેની પાસે વધારે સંશાધનો અને વધારે ખેલાડીઓ છે. રમત-ગમતના ક્ષેત્રમાં તેને સફળતા પણ વધારે મળી છે. સ્કોટલેન્ડના પૂર્વ વિમ્બલ્ડન ખેલાડી એન્ડી મરેએ ૨૦૦૬માં વર્લ્ડકપ વેળા કહ્યું હતું કે, તે ઇંગ્લેન્ડને છોડીને દરેક ટીમની સાથે છે. ઇંગ્લેન્ડના અખબારોમાં પણ આની ચર્ચા જાવા મળી રહી છે. વેલ્સમાં લોકો ઇંગ્લેન્ડની દરેક હરીફ ટીમની સાથે દેખાય છે. તેમનું સમર્થન ઇંગ્લેન્ડની દરેક મેચમાં હરીફ ટીમની સાથે રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગઈ હતી ત્યારે તેના એક ટીવી ચેનલ દ્વારા લખવામાં આવ્યું હતું કે, શું અમે ઇંગ્લેન્ડની સાથે છીએ. વેલ્સ ફુટબોલ એસોસિએશન તરફથી જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, અમે હજુ વેલ્સ છીએ. વેલ્સની ટીમ પણ ફુટબોલમાં એક શÂક્તશાળી ટીમ તરીકે ઉભરી ચુકી છે. ગેરાથ બેલ જેવા ધરખમ ફુટબોલ ખેલાડી વેલ્સ તરફથી રમે છે અને વેલ્સની ટીમ પણ ફુટબોલ વર્લ્ડકપમાં ટોપ લેવલ ઉપર રમતી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





