નાગપુર : વરસાદની વચ્ચે વિધાનસભામાં પણ પાણી

0
16

મુંબઈ,તા. ૬
મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નાગપુરમાં આજે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે નાગપુર વિધાનસભાની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. વિધાનસભામાં વિજળી ડુલ થઇ ગઇ છે જેના પરિણામ સ્વરુપે સત્રને મોકુફ રાખવાની ફરજ પડી છે. વિધાનસભાના સત્રને સોમવાર સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદી જુદી જગ્યાઓ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. અનેક આધુનિક શહેરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. નાગપુરમાં અનેક પાવર સબસ્ટેશન પાણીમાં ડુબી ગયા છે. વિધાન ભવનની આસપાસ ચારેબાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. વિજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. સોમવાર સુધી સત્રને ટાળવાના નિર્ણય બાદ Âસ્થતિ સુધરે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કે હજુ પણ ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે જેના લીધે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY