વડોદરા,તા.૧૨
મધ્ય ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. વરસાદી પાણી શહેરના ગેડીગેટ, વાઘોડીયા રોડ, કારેલીબાગ, ઇલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં ભરાયા છે. શહેરના મ.જી.રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની હાલાકી વધી છે.
વરસાદને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાવા મળી રહી છે. ત્યારે આગામી ૨૪કલાકમાં વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં વરસાદને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા હતા.
વડોદરામાં ભારે વરસાદને લઈને વિદ્યાર્થીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તેવામાં પાણીમાં સ્કૂલ વાન બંધ પડી જતા ડ્રાઈવરની ઉદ્તાઈ ભર્યુ વર્તન સામે આવ્યુ હતુ. પાણીમાં બંધ પડેલી સ્કુલ વાનને ચાલુ કરવા વિદ્યાર્થીઓ ધક્કો મારતા જાવા મળ્યા હતા. આ ધટના અશોક રાજે ગાયકવાડ સ્કૂલની છે અને ત્યાંના વિદ્યાર્થીઓએ સ્કુલવાનને ધક્કો મારવો પડ્યો છે.
વડોદરામાં ડભોઇમાં પાંચ દિવસના વિરામ બાદ વરસાદનું ધમાકેદાર આગમન છેલ્લા બે કલાકમાં ૨૯ મીમી અને સિઝનનો કુલ ૨૩૬ મીમી વરસાદ નોંધાયો. વડોદરા ડભોઇ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદની એન્ટ્રીના પગલે ઠેર ઠેર પાણી પાણી થઇ ગયા. છેલ્લા પાંચ દિવસથી સૂરજ દાદાની નિરંતર હાજરી રહેતી હોય ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ત્યારે આજે વહેલી સવારથી વરસાદ એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ બન્યાં છે અને સમગ્ર ડભોઇ પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






