ઉના બન્યું જળબંબાકાર…પાલડી ગામમાં ૬ ઇંચ વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી

0
103

ઉના,તા.૧૨
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ઉનાના દરિયાકાંઠાના ગામડાઓમાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયામાં કરંટ હોવાથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે આથી ભરતીને કારણે વરસાદી પાણી દરિયામાં જતું ન હોવાથી ઘરમાં પાણી ઘૂસતા ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે.
ઉનાના પાલડી ગામમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદથી પાણીએ ગામને બાનમાં લીધું છે અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આ સિવાય દેલવાડામાં ૫ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ દરિયાકાંઠાના ગામડાઓમાં ૪થી ૫ ઇંચ વરસાદ પડ્યો છે અને હજી અવિરત ધોધમાર વરસાદ ચાલુ છે. દરિયાકાંઠાના ગામડાઓ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યા છે. લોકોએ ઘરમાં જ પૂરાવાનો વારો આવ્યો છે. આ અંગે સરકારી તંત્ર પણ ગામડાઓના સંપર્કમાં જાતરાઇ ગયા છે.
જૂનાગઢમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. જેમાં સવારના ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જૂનાગઢમાં વરસાદ પડતાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. તેમજ ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરનારના પગથિયાં પર પાણી વહેવા લાગ્યા હતા. તેમજ સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું હતું અને દામોદર કુંડ છલકાય ગયો હતો. આ ઉપરાંત વંથલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા. દીવની કાપડ બજાર બેટમાં ફેરવાયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY