નવસારી,તા.૧૨
નવસારીમાં હાલ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. અંદાજીત ૬૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ છે. વડોદરાથી એક એનડીઆરએફની ટીમને નવસારી બોલાવાઈ છે. એનડીઆરએફની ટીમને નવસારી ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો નવસારીમાં વિરાવળ નજીક પૂર્ણા નદીની સપાટીમાં ૩ ફૂટનો વધારો થયો છે. સાંજે ૬ વાગ્યે ૧૬ ફૂટની સપાટી રાતે ૧૦ વાગ્યે ૧૯ ફૂટે પહોંચી છે. ત્યારે તંત્ર હાલમાં સ્થિતી પર ચાંપતી નજર બનાવીને બેઠું છે
નવસારીમાં વરસેલા ભારે વરસાદને લઈને નવસારી અને વિજલપોરમાં ૬૫૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે અને એનડીઆરએફ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈને પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
પૂર્ણા નદીનું જળ સ્તર વધતા વડોદરાની એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી હતી. જેને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા નદી કિનારાના વિસ્તાર એવા તરોટા બજાર નજીક પારસી અગિયારી પાસેથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતું. જાકે હજી પૂર્ણા નદી ભય જનક સપાટીથી ત્રણ ફુટ નીચે વહી રહી છે. જેથી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






