મારી આત્મકથા મારી જેમ જ બોલ્ડ હશેઃ પ્રિયંકા ચોપરા

0
147

મુંબઈ,તા.૧૧
તાજેતરમાં ઇન્ડીયા ૧૦૦ લિસ્ટમાં સૌથી સેક્સી ભારતીય સુંદરી તરીકે પસંદ થનારી પ્રિયંકા ચોપરા હવે પોતાની આત્મકથા લખી રહી છે, જેનું નામ હશે ‘અનફિનિશ્ડ’. જે ભારત, અમેરિકા અને બ્રિટનમાં એકસાથે પ્રકાશિત થશે. પોતાની આત્મકથામાં પ્રિયંકા એ તમામ વાતો અને અનુભવ લખવા માટે તૈયાર છે, જે અત્યાર સુધી પોતાના જીવનની શાનદાર સફરમાં યાદગાર રહ્યા છે.
પ્રિયંકાના જણાવ્યા અનુસાર તેની આત્મકથા ઇમાનદાર, હાસ્યથી ભરપૂર, ઉત્સાહથી ભરેલી અને તેની જેમ જ બોલ્ડ તેમજ વિદ્રોહી હશે. ૧૭ વર્ષની ઉંમરમાં ‘મિસ ઇન્ડીયા’ અને ત્યારબાદ ‘મિસ વર્લ્ડ’નો તાજ પહેરનાર પ્રિયંકાએ બોલિવૂડ તરફ પ્રયાણ કર્યું. તે કહે છે કે હું પહેલાંથી જ મારી ભાવનાઓને લઇ ખામોશ રહી છું. મેં ક્યારેય એ ભાવના પર વાત કરી નથી, જેનો સામનો મેં અત્યાર સુધી મારી જીવનયાત્રા દરમિયાન કર્યો છે, પરંતુ હવે હું એવું કરવા જઇ રહી છું.
પ્રિયંકાનું પાલનપોષણ એક નીડર છોકરીની જેમ થયું અને જ્યારે વિચારોની વાત આવે છે ત્યારે તે પોતાની કહાણીને એવા અંદાજમાં બતાવવા ઇચ્છે છે, જે લોકોને અને ખાસ કરીને મહિલાઓને પ્રેરિત કરી શકે. તેણે કહ્યુ કે મહિલાઓને હંમેશાં એવું કહેવાય છે કે આપણને બધું જ નથી મળી શકતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY