મામાનાં ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા ભગવાન જગન્નાથજી, યોજાઇ નેત્રોત્સવ વિધિ

0
282

અમદાવાદ,તા.૧૨
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે મોસાળ સરસપુર મામાન ઘરે ગયેલા ભગવાન જગન્નાથ થોડીવારમાં ફરી નિજ મંદિરે પરત ફર્યા છે અને આથી ભક્તોમાં ઉત્સાહ છે. સવારે સવારે ૬ વાગ્યે ભગવાનની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાઇ. પછી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. જે બાદ સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ વિધી અને મહાઆરતી થશે. આ શુભઘડીએ રાજ્યપાલ ઓ.પી.કોહલી, મેયર બિજલબહેન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહેશે. તો સવારે ૧૧.૩૦ વાગ્યે સાધુ સંતોનો ભંડારો યોજાશે. સાથે જ સાધુ સંતોનું સન્માન કરાશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવ વિધી થઈ છે. ત્યારે સમગ્ર રથયાત્રાના પર્વ પર નેત્રોત્સવ વિધિનું પણ અનેરુ મહત્વ રહેલુ છે. મામાના ઘરે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ ૧૫ દિવસ રોકાણ કરે છે.ત્યારે જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે જાંબુ વધુ ખાધા હોવાથી તેમની આંખો આવી જાય છે તેથી તેઓ બીમાર પડ્યા હોવાથી વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે તેમની આંખે પાટા બંધવામાં આવશે. વિધિને નેત્રોત્સવ વિધિ કહેવાય છે. નેત્રોત્સવ વિધિ સમયે ભગવાનની આઁખે જે પાટા બાંધવામાં આવે છે. તે પાટાના ઉપરણા તૈયાર કરવામાં આવે છે અને જગન્નાથજી જ્યારે નગરચર્ચાએ નીકળે ત્યારે તે ઉપરણા પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આ વર્ષે પાંચ લાખ ઉપરણાનો પ્રસાદ તૈયાર કરાયા છે. જે રથયાત્રા પર ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે.
ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ છે. થોડી વારમાં પોલીસ સમગ્ર રથયાત્રાના રૂટ પર પરેડ, ગ્રાઉન્ડ રિહર્સલ કરવાની છે. ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં તમામ પોલીસ ફોર્સ તૈનાત જાવા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY