અષાઢી બીજની રથયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશેષ મહત્વ ધરાવે છે. આ રથયાત્રા પાટડી ટાઉનના ખાતેથી નીકળી વિગેરે જગ્યાએથી પસાર થઈ પરત ખાતે આવી, વિસર્જન કરવામાં આવે છે. આ રથયાત્રામાં આજુબાજુના ગામો ઉપરાંત અમદાવાદ ખાતેથી પણ શ્રદ્ધાળુઓ આ રથયાત્રાના દર્શન કરવા આવે છે અને મોટી મેદની એકત્રિત થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પાટડી ખાતેની રથયાત્રા ધાર્મિક તહેવાર તરીકે ઉજવાય અને લોકો શાંતિથી આ તહેવાર ઉજવી શકે તે માટે ખાસ પ્રકારના બંદોબસ્ત નું આયોજન કરવામાં આવેલ છે…._
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ચંદ્રકાન્ત માઢક, કે.કે.કલોતરા, આર.આર.બંસલ, એન.એલ.શાંખટ, એન.એચ.સોલંકી, જે.ડી.માહિડા, જે.જે.ચૌહાણ, આઈ.કે.શેખ, વી.બી.કલોતરા, સહિતના અફહિકરીઓ તથા સ્ટાફ સહિત કુલ 01 ડીવાયએસપી, 13 પો.સબ ઇન્સ., 123 પોલીસ જવાનો, 60 હોમગાર્ડ/જીઆરડી, સહિતના કુલ 200 પોલીસ માણસો તૈનાત કરવામાં આવેલ છે. ઉપરાંત હથિયારધારી જવાનો, કતું.આર.ટી.ની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ની ટીમ, પેરોલ ફેરલો સ્ક્વોડની ટીમ, વિગેરે ટીમોને પણ ખાસ તૈનાત કરવામાં આવેલ છે…._
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પાટડી ખાતે વિઝીટ કરી, બંદોબસ્ત માં આવેલ તમામ અધિકારી અને કર્મચારીઓ ની એક મિટિંગ લઈ, બ્રિફિંગ કરવામાં આવેલ હતું તેમજ રથયાત્રા શાંતિપૂર્વક પસાર થાય તે રીતે પગલાં લેવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. દારૂ જુગારના બુટલેગરો ઉપર કાર્યવાહી કરવા તેમજ અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરવા પણ ખાસ સૂચનાઓ કરવામાં આવેલ હતી…_
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા રથયાત્રા રૂટ ઉપર રિહરસલ તેમજ ફ્લેગ માર્ચ યોજી, સમગ્ર રથયાત્રા રૂટનું લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક, વિગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ સાથે સમગ્ર રથયાત્રા રૂટનું નિદર્શન કરી, વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવેલ હતી.
આમ, જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પાટડી રથયાત્રા સંબંધે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







