અંજાર તાલુકાના દૂધઇ ગામેથી નામદાર ફેમીલી ભુજ કોર્ટનો ચાર વર્ષથી નાશતો ફરતો આરોપી પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી પોલીસ તો કોર્ટનો ધાક બેસાડતો અપાયો ચુકાદો

0
77

અંજાર તાલુકાના દુધઇ ગામનો આરોપી હશન અલીમામદ કુંભાર ઉ.વર્ષ ૩૭ ધંધો કડીયાકામ રહે નવી દુધઇ વાળા વિરુદ્ધ એમની પત્ની મરીયમબેન દ્વારા સી.આર.પી.સી ની કલમ ૧૨૫ મુજબ તેમના પતિ સામે ભરણ પોષણ મેળવવા નામદાર પ્રિન્સીપાલ ભુજ ની ફેમિલી કોર્ટમાં ફોજદારી પરચૂરણ અરજી નં-૧૫૪/૨૦૧૬,૩૦૮/૧૬,૯/૨૦૧૭ તેમજ ૫૮/૧૮ વાળી અલગ અલગ અરજીઓ દાખલ કરાવેલ જે બાબતે કોર્ટ માં કેસ ચાલીજતા કસુરવારને કોર્ટ દ્વારા દર મહિને તેની પત્નીને ભરણ પોષણ માટે રૂ.૨૦૦૦/- આપવાનો હુકમ કરેલ જે આરોપી દ્વારા તેની પત્નીને ચૂકવતો ન હોઈ કોર્ટના હુકમનો ભંગ કરવા બદલ કોર્ટ દ્વારા પકડ વોરંટ અનેક વખત ઈશ્યુ કરવામાં આવેલ તેમ છતાં આરોપી છેલ્લા ચાર વર્ષથી નાશતો ફરતો હોઈ પશ્ચિમ કચ્છ એલ.સી.બી પી.આઈ જે.એમ.આલ પી.એસ.આઈ એમ.બી.ઔસુરા નૈતૃત્વ હેઠળ ખંતપૂર્વક કામગીરી અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામેથી પકડી પાડી આરોપીને ભુજ નામદાર કોર્ટમાં હાજર કરાતા તેને ચડત રકમ નહિ ભરતા જુદાજુદા ચાર હુકમની કુલ્લ રકમ રૂ.૧,૦૮,૦૦૦/- નહિ ભરવા બદલ નામદાર કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપી ૩૪૦ દિવસની સાદી કેદનો હુકમ ફરમાવી ભુજની પાલારા જેલ ખાતે મોકલી અપાયો હતો

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY