ગાંધીનગર,
ગુજરાતમાં જ્યારે આજે બજેટ ૨૦૧૮-૧૯ રજૂ થવાનું છે ત્યારે ગુજરાતના પ્રથમ બજેટ વિશે જાણવાની પણ ઈચ્છા થાય કે, તે કોણે રજૂ કર્યુ હશે? કેટલુ હશે? વગેરે વગેર. ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટÙમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. તે સમયે બજેટનું કદ ૧૧૫ કરોડ રૂપિયા હતુ.
ગુજરાતનું પ્રથમ બજેટ ડા જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ ૨૨ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ.
આમ તો નાણાંકિય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ ૨૨ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે ૧ લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા ૧૧૫ કરોડનું હતુ જેમાં મહેસુલી આવક ૫૪ કરોડ ૨૫ લાખ હતી અને ખર્ચા ૫૮ કરોડ ૧૨ લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા ૩ કરોડ ૮૭ લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.
ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું વધ અનેક ગણું વધતુ ગયુ. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણાંપ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત ૧૮મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ. તો વળી વજુભાઈ વાળાએ મોદી સાશનમાં ૧૧મું અદાંજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



