ગાંધીનગર,
આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહયું કે નાગરીકોનું સારૂ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સમાજની પ્રગતિનું પ્રથમ પગથીયું છે. રાજયનો કોઇપણ નાગરીક આર્થિક સંકડામણના કારણે આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ (મા) અને મા વાત્સલ્ય યોજના, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, મફત દવાઓ જેવી અનેક યોજનાઓનો લાભ ગુજરાતની જનતાને મળેલ છે. આ ઉપરાંત રાષ્ટÙીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો અને વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં વિના મુલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે.
આજના સમયમાં દવાઓ અને ઓપરેશનોના મોટા ખર્ચના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબના યુવાનોને તેમના વડીલો, માતા-પિતા, સીનીયર સીટીઝનની સારવારનો ખર્ચ ખૂબ જ ચિંતાનો વિષય બને છે અને ઘણી વખત નાણાકીય અક્ષમતાના કારણે વડીલોની સારવાર થઇ શકતી નથી. આવા સંજાગોમાં અમારી સરકાર તેમના પડખે આધાર બનીને ઉભી રહે છે. મને જાહેર કરતા આનંદ થાય છે કે રાજયના સીનીયર સીટીઝનને જરૂરીયાત પ્રમાણે ઉચ્ચ કક્ષાની વધુ સારી સારવાર મળી રહે તે માટે મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"