સુરતના ફૂલપાડામાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, માલસામાન બળીને ખાખ

0
2

 

સુરતના ફૂલપાડા વિસ્તારમાં એકે રોડ પર આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

 

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY