સુરત,તા.૩૧
નર્મદાના કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જયતિ નિમિતે પ્રધાનમંત્રીના હસ્તે વિશ્વની સોથી મોટી પ્રતિમાનું અનાવરણ કરાયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટીના કેટલાંક વિસ્તારોમાં આદિવાસી સંગઠનો, બી.ટી.એસ., જનતાદળ યુ.ના કાર્યકરો દ્વારા ઠેર-ઠેર સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ થયો છે.
સુરત જીલ્લાના માંગરોળ,માંડવી,વાંકલ,ઝંખવાવ સહીતના વિસ્તારોમાં સજ્જડ બંધ પળાયો હતો. જાકે ભીલીસ્તાન ટાઇગર સેનાના ૨૦૦ જેટલા કાર્યકરો નેશનલ હાઈવે-૪૮ પર કોસંબા નજીક ઉતરી આવ્યા હતા. હાઇવે પર ચક્કાજામ કરી વાહનોની હવા કાઢી વિરોધ કર્યો હતો.
જાકે ચક્કાજામના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવતા પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોસંબા પોલીસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. કેવડિયા સહિત વિવિધ સ્થળોએ સ્થાનિક લોકોએ આનો વિરોધ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



