સુરતમાં ‘રન ફોર યુનિટી’ : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો જાડાયા

0
3

સુરત,તા.૩૧
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સરદાર સાહેબને અંજલિ આપવા માટે સુરતમાં એકતા દોડ-રન ફોર યુનિટી યોજાઈ હતી. રન ફોર યુનિટીને જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલિસના જવાનોએ સહભાગી થઇને એકતાનો સંદેશ આપ્યો હતો.
સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પકાર અને કુશળ વહીવટકાર સરદાર વલ્લભભાઈ પટેલના ચિરસ્થાયી કર્તવ્યને આદરપૂર્વક વંદન કરવાઅને દેશને એકતાના સુત્રમાં બાંધવા સરદારને ભાંવાજલિરૂપે યોજાયેલી રન ફોર યુનિટી યોજાઈ હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલિસના જવાનોએ સહભાગી થઇને એકતાનો સંદેશ આપ્યો હતો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણને વધાવવા રિંગ રોડ, ફાલસાવાડીના સ્વર્ણિમ સર્કલથીથી દિલ્હીગેટ થઈ રેલ્વે સ્ટેશન સુધી એકતા દોડ યોજાઈ હતી. રેલ્વે સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કલેકટર ડો.ધવલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સહિતના મહાનુભાવોએ સુતરાંજલિ- પુષ્પાંજલિ દ્વારા સરદાર વંદના કરીને દ્વારા દોડનું સમાપન કરાવ્યું હતું.
સરદાર પટેલની જન્મજયંતિએ વિશેષ અંજલિના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું કેવડીયા ખાતે અનાવરણ કર્યું છે, ત્યારે ઉપસ્થિત મહાનુભાવો સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલિસના જવાનો સહિત આમ જનતાએ એકતા દોડ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY