વડોદરા,તા.૧૯
રાજ્યભરમાં વરસાદનું જાર ઘટ્યુ છે ત્યારે રોગચાળાની દહેશત પહેલા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે અને રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિએ કહ્યુ છે કે, આરોગ્ય ખાતા દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. દવાઓનો પૂરતો જથ્થો છે.મોબાઈલ વાન પણ શરૂ કરવામાં આવી છે. હેલ્થ વિભાગે જા કોઈ જિલ્લામાં વધુ ટીમની જરૂર હશે અને માંગવામા આવશે. તો ટીમનો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મેલેરિયાનો રોગચાળો ન ફેલયા તે માટે દવાનો છંટકાવ કરાશે. તમામ જિલ્લામાં ફિમેલે પેરામિડિક્સ અને મીડિક્સની ૫૦૦ જેટલી ટીમ છે.
વડોદરામાં વરસાદના કારણે રોગચાળો વકર્યો હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા રોગચાળાનો સર્વે કરવામાં આવતા ૬૦ જેટલા પોઝીટીવ કેસો નોંધાયા છે. જેથી વિપક્ષે કમિશનર સમક્ષ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી છે. વિપક્ષના સભ્યોએ આ મામલે કમિશનરેને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





