કચ્છના ભચાઉ નજીક ૩.૪ની તિવ્રતાનાં ભૂકંપથી દોડધામ મચી

0
24

કચ્છ,તા.૧૯
ગુજરાતમાં ફરી એકવાર કચ્છની ધરા ભુકંપથી ધણધણવા લાગી છે. કચ્છનાં ભચાઉમાં ભૂકંપનાં હળવા આંચકાઓ અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જાવા મળ્યો હતો. ભૂકંપનાં આંચકાઓ અનુભવાતા લોકો બહાર દોડી આવ્યા હતા.
જ્યારે કેટલાક લોકોને ભૂકંપની જાણ થતા બહાર દોડી આવ્યા હતા. જા કે કચ્છનાં ભચાઉ નજીક ગઈ રાતે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. વરસાદી ઝાપટા બાદ ભૂકંપ આવતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૪ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદું ભચાઉ નજીક નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સામાન્ય ભૂકંપ અનુભવાતા રહેતા હોય છે.
જો કે તે ખુબ જ સામાન્ય જનજીવનને અનુભવાતા ન હોય તેવા હોય છે. પરંતુ રાત્રે ૩.૪ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ગભરાય ફેલાઇ ચુક્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY