અર્જુન તેંડુલકર ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઇ જતા સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

0
23

ન્યુ દિલ્હી,તા.૧૯
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દિકરા અર્જૂન તેંડુલકરને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શ્રીલંકામાં ચાર દિવસીય અંડર-૧૯ મેચ દરમિયાન અર્જૂન તેંડુલકરના પહેલા વિકેટને લઇને ખૂબ જ ચર્ચા થઇ હતી અને હવે જ્યારે તે ખાતુ ખોલ્‌. વિના જ આઉટ થઇ ગયો છે ત્યારે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અર્જૂને મેચના પહેલા દિવસે પોતાની બીજી ઓવરમાં વિકેટ લઇને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ તે પછી તે કોઇ વિકેટ લઇ શક્યો નહી.
ફાસ્ટ બોલર તરીકે રમનાર અર્જૂન બેટિંગમાં સંપૂર્ણ રીતે ફ્લાપ રહ્યો છે અને તે ઝીરો રન પર આઉટ થઇ ગયો. બોલિંગ દરમિયાન અર્જૂને ૧૧ ઓવરમાં ૩૩ રન આપીને એક વિકેટ લીધી. સાથે જ બેટિંગમાં ૧૧ બોલમાં તે એક પણ રન ન કરી શક્યો અને પેવેલિયન ભેગો થઇ ગયો. શ્રીલંકા અંડર-૧૯ ટીમે પહેલી ઇનિંગમાં ૨૪૪ રન કર્યા અને જવાબમાં ભારતે ૫૮૯ રન કર્યા. ભારત તરફથી આયુષ બદોનીએ સૌથી વધુ ૧૮૫ રનની ઇનિંગ રમી.
આ મેચ બાદ સોશિયલ મીડિયા પર અર્જૂન તેંડુલકરને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે અર્જૂન શાહરૂખની આગામી ફિલ્મ ઝીરોને પ્રમોટ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY